Abtak Media Google News

3 થી 6 વર્ષ હવે સરકારી દાયરામાં આવતા મા-બાપો સંતાનોને સીધા ગ્રાન્ટેડ – નોન ગ્રાન્ટેડ કે સરકાર માન્ય ખાનગી શાળામાં પ્રવેશ અપાવશે : સાતમાં વર્ષે ધો.1 માં પ્રવેશ અપાશે: 5+3+3+4 ના નવા માળખામાં પ્રથમ પાંચ વર્ષ અર્લી ચાઇલ્ડ એજયુકેશન ડે ફાઉન્ડેશન કોર્ષ સાથે પ્રારંભિક બાળ શિક્ષણ અભ્યાસ ક્રમ ગણાશે

જુન-2023થી નવી શિક્ષણ નીતિનો અમલ થતાં શેરી – ગલીઓમાં ચાલતા બાલ મંદિરોને તાળા લાગી જશે: નવા શૈક્ષણિક સત્રથી અમલવારી થશે અને તેમાં બાળકોના પ્રારંભિક શિક્ષણ ગાળાને વધુ મહત્વ અપાયું છે

 

Advertisement

શિક્ષણમાં બાળકોનો પ્રારંભથી પાયો મજબુત થવો જોઇએ. ફાઉન્ડેશન જેટલું સબળ તેટલું તેની ઇમારત મજબુત બને છે. 10+2 ની હાલની તરાહમાં 3 થી 6 વયજુથના બાળકોનો સમાવેશ થતો નથી કારણ કે ધો.1 માં પ્રવેશ લેતી વખતે તેણે પાંચ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઇએ. આપણાં બંધારણમાં પણ 6 થી  14 વર્ષની વયના બાળકોને મફત ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વાત કરી છે. નવા માળખામાં 3 વર્ષની વયથી જ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો હેતુ જ શરુઆતથી જ બાળકનાં સંર્વાગી અઘ્યયન, વિકાસ સુખાકારીનો છે. 6 થી 8 વર્ષનો ગાળો ધો. 1-ર નો રહેશે. 8 થી 11 નો ગાળો ધો. 3 થી પ નો રહેશે. પ્રથમ ત્રણેય માળખાનું શિક્ષણ માતૃભાષામાં જ આપવાનું ફરજીયાત હોવાથી બાળકનો સંર્વાગી વિકાસ ઝડપથી થશે.

પ્રારંભીક બાળસંભાળ અને શિક્ષણ અઘ્યયનનો પાયો છે. બાળકના મગજનો 8પ ટકા વિકાસ 6 વર્ષની ઉમર સુધીમાં જ થઇ જાય છે. તેનો યોગ્ય વિકાસ તથા શારિરીક વૃઘ્ધી માટે શરુઆતના 6 વર્ષ અતિ મહત્વનાં છે. વર્તમાન સમયમાં ખાસ કરીને સામાજીક, આર્થિક રૂપે વંચિત પૃષ્ઠ ભૂમિ ધરાવતા કરોડો બાળકો મો ગુણવત્તા યુકત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ નથી. એટલે આ પ્રારંભિક બાળ સંભાળ- શિક્ષણ દેશના તમામ બાળકોને ઉપલબ્ધ થાય અને ભાવિ નાગરીકોનું શ્રેષ્ઠ ઘડતર થાય. આ સિસ્ટમથી બધા બાળકોને શિક્ષણ વ્યવસ્થામાં ભાગ લેવાનો અને શિક્ષણ સમાનતા સ્થાપિત કરવામાં સૌથી શકિતશાળી માઘ્યમ બની શકે. ભારતનાં દરેક બાળકને મોડામાં મોડું ર030 સુધીમાં ગુણવત્તા યુકત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ મળી રહે સાથે ધો. 1 માં પ્રવેશ મેળવતી વખતે બાળક શાળા શિક્ષણ માટે પૂર્ણ રીતે સજજ હોય. આજની તરાહમાં ધો. પ ના છાત્રોને ગુજરાતી વાંચતા આવડતું નથી, સાંભળીને લખતા નથી આવડતું અ સમસ્યા પ્રારંભિક બાળ સંભાળના ખાયામાંથી થતાં કાર્યોને કારણે જોવા મળશે નહી. આ કારણે પ્રથમ પાંચ વર્ષનો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો તબકકો બાળક ના સંર્વાગી વિકાસ માટે મહત્વનો બની રહેશે.

પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણમાં બહુસ્તરી, બહુ આયામી, લવચિક, પ્રવૃતિ આધારીત, રમતગમત અને શોધ આધારીત શિક્ષણનો સમાવેશ કરાયો છે. જેમ કે મુળાક્ષરો,  ભાષા, સંખ્યાઓ ગણતરી રંગ અને આકાર, વિવિધ રમતો- ઉખાણા અને તાર્કિક વિચારણા તેમ જ સમસ્યા ઉકેલ નીકળા, ચિત્રકામ, વિવિધ હસ્તકલા, નાટક, કઠપૂતળી, સંગીતકલા જેવી અન્ય પ્રવૃતિઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત અન્ય પ્રવૃતિમાં સામાજીક કાર્ય, માનવ સંવેદનશીલતા, યોગ્ય વ્યવહાર, શિષ્ટાચાર, નિતિમત્તા, વ્યકિતગત અને જાહેર સ્વચ્છતા, સમુહ કાર્ય કરવાની પરસ્પર સહકારની ભાવના વિકસાવવા પર કેન્દ્રીત કરાયું છે.

પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો સમગ્ર ઉદ્દેશ શારીરિક, મનોશારીરિક વિકાસ, બોધાત્મક વિકાસ, સામાજીક, સાંવેગીક અને નૈતિક વિકાસ, કલા કૌશલ્યો અને સાંસ્કૃતિક વિકાસ,  તથા પ્રત્યાયન માટે પ્રારંભિક ભાષા સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનના વિકાસમાં મહત્વનું પરિણામ મેળવવા બદલાવ થનાર છે. નવી એજયુકેશન પોલીસી આવતા વર્ષે લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે સૌથી અગત્યના આ તબકકાને પ્રથમ જ આવરી લેવાથી બાદમાં ક્રમીક ઉપર સુધી ફેરફાર કરાશે.

ગઈઊછઝ દ્વારા 8 વર્ષ સુધીના બાળકો માટે અભ્યાસ ક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેને નેશનલ કરી કુલમ એન્ડ પેડા ગોજીકલ  ફ્રેમ વર્ક ઓફ ચાઇલ્ડ હુડ કેર  એન્ડ એજયુકેશન નામ અપાયું છે. આ ફ્રેમ વર્કમાં 0 થી 3 બાળકો માટે અને 3 થી 8 વર્ષના બાળકો માટેનું માળખુ તૈયાર કરાયું છે. આપણાં દેશમાં સદીઓથી બાળશિક્ષણના વિકાસમાં સમૃઘ્ધ પરંપરાઓ છે. જે સ્થાનીક લેવલે પ્રચલિત છે, જેવી કે કલા – વાર્તા કવિતા – રમત-ગીત અને આવું ઘણું બધુ ઉપલબ્ધ છે. જેનો સમાવેશ આ માળખામાં કરવામાઁ આવશે. શિક્ષણનું આ માળખુ માતા-પિતાની સાથે આંગણવાડીઓ માટે પણ માર્ગદર્શક ના રુપમાં કાર્ય કરશે.

અર્લી ચાઇલ્ડ એજયુકેશન સીસ્ટમમાં પહેલા થી જ સારી ચાલી રહેલી આંગણવાડી, પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક સંકુલો, બાલ મંદિર ના માઘ્યમથી એમ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના ક્ષેત્રમાં ખાસ તાલિમ પામેલા શિક્ષકોની નિમણુંક અપાશે. પાયાથી જ બાળ મનાોવિજ્ઞાનીક ઢબે તેમનો સંર્વાગી વિકાસ થાય તે માટે મહત્વની કામગીરી આ ફાઉન્ડેશન કોર્ષમાં થશે. આ શિક્ષણને સાર્વત્રિક રીતે ઉપલબ્ધ બનાવવા માટે આંગણવાડી કેન્દ્રોને ઉચ્ચ ગુણવત્તાવાળા ભૌતિક સાધનો, રમત ગમતના સાધનો અને શ્રેષ્ઠ તાલીમ પામેલ શિક્ષકોથી સજજ કરવામાં આવશે.

પ્રારંભિક બાળ સંભાળ – શિક્ષણમાં વિવિધ પ્રવૃતિઓ, મુલાકાતો, શાળા સમુહોના કાર્યક્રમોમાં જોડવામાં આવશે. વાલીઓની પણ આ ગાળામાં સામેલગીરી વધારાતા તેના બાળકની પ્રગતિ ને જોઇ શકશે. પાંચ વર્ષથી ઓછી વયનું દરેક બાળક એક પૂર્વ પ્રાથમિક વર્ગ અથવા લાલ વાટીકા (ધો.1 પ્રવેશ પહેલા) માં પ્રવેશ કરશે, જયાં તેને બાળ સંભાળ અને શિક્ષણ માટે તાલીમ પામેલા શિક્ષકો અઘ્યયન કરાવતા હશે. આ વર્ગોમાં મુખ્યત્વે રમત ગમત આધારીત શિક્ષણ પર ભાર મુકાશે. કૌશલ્યોના વિકાસમાં ઘ્યાન અપાશે. આ સિસ્ટમ માટે 1 વર્ષનો ડિપ્લોમાં કોર્ષ શરુ કરાશે જેમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો અભ્યાસક્રમ હશે. આ તાલીમબઘ્ધ ટીચર જ શિક્ષણ આપી શકશે.

પ્રારંભિક ફાઉન્ડેશન કોર્ષમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની વત મુખ્ય હશે. તમામ વિઘાર્થીઓ વાંચન – લેખન  અને ગણન કૌશલ્યો મૂળભૂત રીતે સબળ બને એ અનિવાર્ય પૂર્વ શરત છે આજે દેશમાં પ કરોડથી વધુ બાળકો વાંચન – લેખન- ગણન જેવી પાયાની સાક્ષરતા ધરાવતા નથી. જે એક ગંભીર બાબત છે. નવી શિક્ષણ નીતિમાં આ વસ્તુ પર ભાર મુકીને ધો. 3 સુધીમાં મુળભુત સાક્ષરતા જેવી કે વાંચન, લેખન, ગણન જરુરીથી પ્રાપ્ત કરે એ માટે આ સિસ્ટમ બનાવાય છે. 2025 સુધીમાં આ લક્ષ્યાંક સિઘ્ધ કરવાની ડેડલાઇન અપાય છે.

બાળકોના અભ્યાસ ક્રમમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ઉપર વિશેષ ઘ્યાન અપાશે. જેમાં ખાસ કરીને વાંચન, લેખન, કથન, ગણતરી, અંકગણીત અને ગાણિતિક વિચારોનો સમાવેશ કરાયો છે. જેના માટે એક ચોકકસ વાર્ષિક આયોજન, નિયત કલાકો, નિયમ પ્રવૃતિઓ સાથે વર્ષના વિવિધ કાર્યક્રમનું ફોરમેટ ટીચરને એડવાન્સમાં જ અપાશે. અહિ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો પણ ઉપયોગ કરાશે કારણ કે બાળક જોઇને વધુ શીખે છે, યાદ રાખી શકે છે. આ તમામ સિસ્ટમથી ડ્રોપ આઉટ ઘટાડવો અને તમામ સ્તરે શિક્ષણનું સાર્વત્રીકરણ કરવાની સરકારની યોજના છે.

આગામી વર્ષોમાં 3 થી 8 ને 8 થી 18 વર્ષના તમામ છાત્રોને ગુણવત્તાસભરને જરુરી તમામ ભૌતિક સુવિધા સાથે અદ્યતન ટેકનોલોજીના માઘ્યમથી શ્રેષ્ઠ શિક્ષણ મળશે. સરકારનો બાળકોની ચિંતા કરે છે. પણ મા-બાપે પણ બાળકોમાં સંર્વાગી વિકાસમાં રસ લઇને તેનો વિકાસ કરવા જરુરી તમામ પ્રોત્સાહન આપવું છે: તેના લીધા વગર વગર ચાલશે જ નહી માટે થઇ જાવ તૈયાર તમારા બાળકોના વિકાસ કાર્યમાં મદદ કરવા.

 

બાળકનો માનસિક વિકાસ 6 વર્ષની ઉંમરમાં 8પ ટકા થઇ જાય છે

 

પ્રારંભિક બાળ સંભાળ અભ્યાસક્રમ અતિ મહત્વનો તબકકો છે. જેમાં બાળકનો માનસિક વિકાસ આ વયમાં 8પ ટકા જેટલો થાય છે. આ ગાળામાં તેનો યોગ્ય વિકાસ, શારીરિક વૃઘ્ધિ સામે 6 વર્ષની વય અતિ મહત્વની હોવાથી નવી શિક્ષણ નીતિમાં તેની ઉપર ભાર મુકાયો છે. ભારતના દરેક બાળકને ર030 સુધી ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તેવો લક્ષ્ય રાખેલ છે. આ સીસ્ટમને કારણે બાળક જયારે ધો. 1 માં આવે ત્યારે પૂર્ણ રીતે સજજ હોય. તેવો મુખ્ય હેતું છે. આગાળામાં બાળકની વય કક્ષા મુજબ વાંચન, ગણન અને લેખન કૌશલ્યો વિકસાવવામાં આવશે. વિવિધ પ્રવૃત્તિ દ્વારા જોયફુલ લનિંગ મળતા તેના સંવાંગી વિકાસની તકો વિસ્તરે છે. જુન-ર3 ના નવા સત્રથી પ્રથમ પાંચ વર્ષના તબકકાને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ગાળો ગણાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.