Abtak Media Google News

ધોરણ 10ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી લેવામાં આવશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા આજથી શરુ થઈને 5મી એપ્રિલ સુધી લેવામાં આવશે

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ બુધવાર એટલે કે આજથી શરૂ થવાની છે. CBSE દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલી ડેટશીટ 2023 મુજબ ધોરણ 10ની પરીક્ષાઓ 21 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 5મી એપ્રિલ, 2023 સુધી લેવામાં આવશે. આજે ગૌણ વિષયની પરીક્ષા યોજાશે.

આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 38,83,710 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. તેમાંથી 21,86,940 વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં અને 16,96,770 વિદ્યાર્થીઓ ઈન્ટરમીડિયેટમાં છે. ગુજરાતની વાત કરીએ તો આજે રાજ્યભરમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નોટિફિકેશન અનુસાર, સીબીએસઈ  વિદેશોમાં પણ પરીક્ષા આયોજીત કરશે. પરીક્ષા ભારત બહાર 26 દેશોમાં યોજાશે.

જૂની પેટર્ન મુજબ પરીક્ષાનું આયોજન

સત્તાવાર સૂચના મુજબ,સીબીએસઈ  પરીક્ષા 2023નો સમય સવારે 10.30 વાગ્યાનો છે. કોવિડ-19ને કારણે 2020થી ગત બે વર્ષ સુધી પરીક્ષાઓ પ્રભાવિત થયા બાદ હવે આ વર્ષે વિદ્યાર્થીઓ પાછા સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાઓમાં સામેલ થશે. એટલે કે કોરોના મહામારી બાદ હવે સીબીએસઈ બોર્ડ જૂની પેટર્નમાં પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. કોરોના મહામારીને બીજી લહેર દરમિયાન સીબીએસઇએ  થિયરી બોર્ડ પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને વૈકલ્પિક મૂલ્યાંકન માપદંડ તૈયાર કરવામાં આવ્યું હતો. જ્યારે ગયા વર્ષે સીબીએસઈએ  ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ બે ટર્મમાં લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.