Abtak Media Google News

રામમંદિરની ભીતરમાં ફરી અખંડ હિન્દુસ્તાનની સંભાવના પ્રકાશમાં આવી હતી, હવે ‘હિન્દુ-ભારત’ની સંભાવનાનો અજબ ચણભણાટ !

આપણો દેશ ક્રમે ક્રમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાવાની શરૂઆત કરી રહ્યો હોવાનું ચિત્ર ઉપસે છે. એમાનું એક ચિત્ર ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું નિશાન નોંધવાનો ખ્યાલ આપે છે. અને બીજું ચિત્ર ભારતને ભાગલા પહેલાના અખંડ હિસ્તાનની પૂન: સંસ્થાપાનું નિશાન નોંધવાનો ખ્યાલ આપે છે.

Advertisement

છેલ્લા બે ત્રણ દિવસથી આપણા દેશમાં નાગરિકતા ધારો લાવવાની હિલચાલ શરૂ થઈ છે. અને તેણે દેશભરમાં તેમજ વિદેશોમાં છેક અમેરિકા સુધી જબરી ધમાચકડી સર્જી છે.

આ અંગેનો ખરડો નોંધપાત્ર બહુમતિથી લોકસભામાં પસાર થઈ ગયો છે. અને હવે રાજયસભામાં પહોચ્યો છે. મોટી ધમાચકડી અને જબરો રાજકીય સંઘર્ષ હજુ બાકી છે.

આ ખરડો અને ઉપરોકત નિશાન નોંધવાની કેસરિયા ગતિવિધિઓ આરએસએસની ‘લાઠી’ના ઈશારે આવી હોવાનું દેખાઈ આવે છે!

આરૈએસએસએ સરકારને નાગરિકના સંશોધન ખરડાના ખાસ કરીને બિન ભાજપ શાસીત રાજયોમાં અમલ બાબતે સાવધ રહેવા જણાવ્યું છે. આરએસએસ કાયદાના પશ્ર્ચિમ બંગાળમાં અમલ બાબતે વધુ ચિંતીત છે તેને લાગે છે કે ઘૂસણખોરોની ઓળખનું કામ રાજયની તૃણમુલ સરકાર પર છોડવામાં આવશે તો તે જે રીતે કરવું જોઈએ તે રીતે નહી કરે.

હાલના રાજકીય પ્રવાહો જોતા આ ખરડાથી અને એને લગતી કામગીરીથી દેશના કેટલાક ભાગોમાં ઉશ્કેરાટ અને હિંસક વિરોધ સર્જાશે. આસામમાં એના પડઘા બેસી ગયા છે.

પૂર્વોતર રાજયોમાં પણ બંધનું એલાન છે છતા મણીપૂરમાં લોકોએ વિધેયકને વધાવવામાં આવ્યું છે. મણીપૂર, નાગાલેન્ડ તથા મિઝોરમમાં પૂર્વમંજૂરી વિના બહારના લોકોને વસવાટ કરવા દેવામાં આવતા નથી.

ગઈકાલ જોવા મળેલી આવી પરિસ્થિતિ હજુ સંઘર્ષનાં રાજકારણને વધુ વ્યાપક અને તિવ્ર બનાવશે એમ માનવામા આવે છે. આ ખરડો રાજયસભામાં પસાર થઈ જાય તે પછી તો હજુ વધુ સ્ફોટક સ્થિતિ સર્જાવાનાં સંકેતો સાંપડે છે.

ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંક સાથે અને હાલના પાકિસ્તાનનો છેદ ઉડાડીને ભારતને પૂન: ભાગલા પહેલાના અખંડ હિન્દુસ્તાનમાં એને પરિવર્તિત કરવાનાં નિશાન સાથે જ જો આ વિવાદાસ્પદ નાગરિકતા ધારો પસાર કરાવવામાં આવતો હશે તો હાલનો ભારતદેશ વધુ વિચ્છેદિત થશે એમ જણાયા વિના રહેતું નથી.

જે જે વિદેશીઓની આપણા દેશમાંથી હકાલપટ્ટી કરાશે તેમને જો સંબંધિત રાષ્ટ્રો પૂન: વસવાટ નહિ આપે તો એ બધા કયા જશે, અને આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓનો તે કેવી રીતે સામનો કરશે, એ સારી પેઠે અટપટું અને નવાનવા સંઘર્ષોનાં મૂળ સમું બનશે એવા સવાલો જાગશે જ.

આ ખરડાના પ્રત્યાઘાતો વિષે આપણી સરકારે રાજકીય -સામાજીક ગણતરીઓ કરી જ હશે એમ માની લઈએ તો પણ હવે પછીની મુશ્કેલીઓ કસોટીરૂપ બનશે જ અને ભારત સામેના હાલના પડકારોમાં એકનો વધારો કરશે એમ કહ્યા વિના છૂટકો નથી…

‘આરએસએસ’ની લાઠી આ મામલામાં કેવી ભૂમિકા ભજવશે એ પણ ઓછું રહસ્યમય નથી જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.