Abtak Media Google News

હળવદના રણમાં 60 અગરિયાએ સાથે મળીને ‘મોડલ સોલ્ટ ફાર્મ’ બનાવ્યું

ભારતમાં પોટાશ ખાતરનું 2 ટકા જ ઉત્પાદન થાય છે અને 98 ટકા આયાત કરવું પડે છે. આ સ્થિતિમાં અગરિયા હિતરક્ષક મંચ અને ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસએમ સીઆરઆઇ)એ સંયુક્તપણે હળવદના રણમાં 60 અગરિયા સાથે મળીને ‘મોડેલ સોલ્ટ ફાર્મ’ બનાવ્યું છે. કચ્છના નાના રણના 60 અગરિયાએ 50 પૈસે કિલોના ભાવે પાકતા મીઠાના વેસ્ટ પાણીમાંથી રૂ. 281 કિલોના ભાવે પાકતું 35 કિલો પોટાશ બનાવી ઇતિહાસ રચ્યો છે.કચ્છના નાના રણમાં પાકતું મીઠું જ દેશભરનો પોટાશનો એક માત્ર સ્રોત હોવાનું અગરિયા હિતરક્ષક મંચનું કહેવું છે.

આથી નાના રણમાં આવેલા આડેસર, સાંતલપુર, હળવદ વિકટર અને કથીવદર ત્યાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. અહીં મીઠા ઉત્પાદનની સાથે બાય પ્રોડક્ટ રિકવરી તરીકે મેગ્નેશિયમ, જિપ્સમ, મિક્સર, લુ સોડિયમ સોલ્ટ પોટાશ પકવી શકાય છે.એમાંય મીઠામાંથી આ રસાયણો જુદાં પાડવા અને બાય પ્રોડક્ટ પકવવાની ભાવનગરની સીએસએમ સીઆરઆઈ પાસે પેટન્ટ છે.

આ પેટર્ન માટે ગુજરાત સરકારની મદદથી અગરિયા હિતરક્ષક મંચે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અત્યારે આ પ્રોજેક્ટ કચ્છના નાના રણના હળવદ વિસ્તારમાં ચાલુ છે. જેને કેન્દ્ર સરકારનો સાયન્સ અને ટેકનોલોજી વિભાગ મદદ કરી રહ્યું છે. આ વર્ષે હળવદ વિસ્તારમાં મોડેલ સોલ્ટ ફાર્મની અંદર મિક્સરિયમ સોલ્ટ અને પોટાશ જે છે એ પણ રિકવર કરવામાં આવ્યું છે. અને મોડલ ફાર્મનું પોટાશ ઉત્પાદન એ 35 કિલોગ્રામ જેવું થયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પોટાશનો ભાવ રૂ.45000

ભારતીય બજારમાં પોટાશનો ટનદીઠ ભાવ રૂ. 22થી 25 હજાર રૂપિયા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇનપુટ ડ્યુટી સાથે આ ભાવ લગભગ રૂ. 45000 જેટલો થવા જાય છે. દુનિયાના અનેક દેશોમાં તેની ભારે માગ રહે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.