Abtak Media Google News

પઠાણની ફીલ્મની સકસેસ બાદ શાહરૂખ ખાન વધુ એક ધમાકેદાર ફિલ્મ લાવી રહ્યો છે જેનું નામ છે જવાન… ફિલ્મ પઠાણની ખૂબ જ શાનદાર સફળતા બાદ ચાહકો જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું શુટિંગ ચાલુ છે શાહરૂખ મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર એક ગીત માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે શુટિંગના વીડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

https://www.instagram.com/p/Cq2y3C7MAN_/?utm_source=ig_embed&utm_campaign=loading

નયનતારા ફિલ્મ માટે એક ગીત શૂટ કરવા માયાનગરી આવી હતી. શાહરૂખ ખાન અને નયનતારાએ 10મી એપ્રિલે મુંબઈમાં બાંદ્રા વર્લી સી લિંક પાસે એક ગીતનું શૂટિંગ કર્યું છે. આ દરમિયાન ત્યાં હાજર ફેન્સે તસવીરો ક્લિક કરી હતી જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શાહરૂખ ખાન સફેદ શર્ટમાં ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો છે અને સાથે ફરાહ ખાન પણ જોવા મળી રહી હતી.

જવાન આ વર્ષે 3 જૂને રિલીઝ થવા જઈ રહી છે. જોકે, કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ ખાનની ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવશે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર અને વિજય સેતુપતિ પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.