બાદશાહ ખાનની ‘પઠાણ’ ફિલ્મને જબ્બર પ્રતિસાદ મળતા આ તારીખે રીલીઝ થશે ‘શેહઝાદા’

શાહરૂખ ખાને ‘પઠાણ’ દ્વારા ફિલ્મી પડદે ચાર વર્ષ બાદ વાપસી કરી છે. લાંબા સમયથી ફેન્સ શાહરૂખ ખાનને ફિલ્મી પડદે મિસ કરી રહ્યા હતા. ‘પઠાણ’ની રિલીઝ બાદ ફેન્સનો ઈંતેજાર સફળ થતો દેખાઈ રહ્યો છે. ઓપનિંગ ડે થી જ શાહરૂખ પ્રત્યેનો પ્રેમ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવ્યો અને બોક્સઓફિસના આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે. ‘પઠાણ’ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સઓફિસ પર ‘બાહુબલી ૨’ અને ‘કેજીએફ ૨’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. માત્ર 5 દિવસના સમયગાળામાં વિશ્વભરમાં રૂ. 533 કરોડની કમાણી કરી છે ત્યારે કાર્તિક આર્યનની શહેઝાદાની ડેટ એક સપ્તાહ પાછળ ધકેલવામાં આવી છે. તે 10 ફેબ્રુઆરીએ નહીં પરંતુ 17 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

શહેઝાદાના નિર્માતા અમન ગિલ દ્વારા કહેવામાં આવ્યું કે , “હા, અમે ફિલ્મ મુલતવી રાખી છે કાર્તિકને શાહરૂખ માટે અપાર માન છે અને અમે બધા તેને પ્રેમ કરીએ છીએ. અમે નક્કી કર્યું છે કે જો અમે એક અઠવાડિયા પછી આવીએ તો તે અમારી ફિલ્મ માટે શ્રેષ્ઠ રહેશે.”

શેહઝાદાનું નિર્દેશન રોહિત ધવન દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં કાર્તિક સાથે ક્રીતી સેનન, પરેશ રાવલ અને મનીષા કોઈરાલા પણ છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, અમન ગિલ, એસ રાધા કૃષ્ણ અને કાર્તિક આર્યન દ્વારા કરવામાં આવ્યું છે.

ફરી ફિલ્મી પડદે જોવા મળશે કાર્તિક આર્યન અને કૃતિ સેનનની જોડી

ફિલ્મ ‘શહેજાદા’ના ટ્રેલરમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનનની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. બંનેને ફરી એકવાર સાથે જોવા માટે ફેન્સ આતુર છે. ફિલ્મ ‘શહજાદા’ પહેલા કાર્તિક આર્યન અને કૃતિ સેનનની જોડી ફિલ્મ ‘લુકા છુપી’માં સાથે જોવા મળી હતી ત્યારે કાર્તિક આર્યનની ફિલ્મ શેહજાદા બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે તેવી શક્યતા છે.

પઠાણની સક્સેસ બાદ ટીમ પહોંચી પ્રેસ કોન્ફ્રન્સ માટે ઈવેન્ટમાં

પઠાણની સક્સેસ બાદ કિંગ ખાન પોતાના ફેંસ સામે આવવા અને પહેલી વખત મીડિયા સાથે વાતચીત કરવા માટે પ્રેસ કોન્ફ્રન્સ માટે ઈવેન્ટમાં પહોંચ્યા હતા. તે સમયે શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ હાજર છે. દીપિકાના વખાણ કરતા શાહરૂખ ખાને તેના માટે ગીત ગાયું હતું અને જોન અબ્રાહમની એક્ટિંગના પણ શાહરૂખ ખાને ખૂબ વખાણ કર્યા હતા.