Abtak Media Google News

બેઠકમાં ગેરહાજર નીતિન રામાણીની મિનિટસ બુકમાં સેક્રેટરી હાજરી પુર્યાનો ઘનશ્યામસિંહ જાડેજાનો આક્ષેપ: સેક્રેટરી કહે છે કે રામાણી બેઠકમાં ગેરહાજર જ હતા

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર નિતીન રામાણીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાજર પ્રશ્ર્ને ગઈકાલે મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલીયા અને કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ૨૦મી સપ્ટેમ્બરના રોજ મહાપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય નિતીન રામાણી ગેરહાજર રહ્યા હતા છતાં સેક્રેટરી એચ.પી.રૂપારેલીયાએ મીનીટસ બુકમાં ગેરહાજર સભ્યની હાજરી પુરી હોવાનું અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે હાજરી અંગે લેખિતમાં માંગેલી માહિતીમાં સેક્રેટરીએ નિતીન રામાણી ગેરહાજર હોવાનો આક્ષેપ સ્ટેન્ડિંગ કમિટીના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ કર્યો હતો.

હાજરી મુદ્દે ગઈકાલે સેક્રેટરીની ચેમ્બરમાં કોંગી કોર્પોરેટર અને સેક્રેટરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો ગાળાગાળી સુધી પહોંચી ગયો હોવાનું પણ ચર્ચાય રહ્યું છે જોકે સેક્રેટરીએ પાછળથી માફી માંગી લેતા હાલ ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.

દરમિયાન સેક્રેટરી એચ.પી.રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી મીટીંગમાં નિતીનભાઈ રામાણી ગેરહાજર જ હતા અને મીનીટસ બુકમાં તેમની ગેરહાજરી પુરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાજપુતે હાજરી અંગે લેખિતમાં માંગણી કરી હતી જેમાં તેઓને લેખિતમાં પણ એવું જ જણાવવામાં આવ્યું છે કે, સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી મીટીંગમાં નિતીન રામાણી ગેરહાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.