Abtak Media Google News

સરકારની ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત

ડુંગળીમાં કિલોએ રૂ.2ની સહાય અપાશે, જેના માટે સરકાર રૂ. 70 કરોડ ખર્ચશે, નિકાસ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ માટે પણ રૂ.20 કરોડની સહાય

બટાકાના નિકાસ માટેના ટ્રાન્સપોર્ટેશનમાં રોડ મારફત મોકલવા ઉપર રૂ. 750 અને રેલવે મારફત મોકલવા ઉપર રૂ. 1150 પ્રતિ મેટ્રિક ટનની સહાય : કોલ્ડ સ્ટોરેજ માટે એક કટ્ટાના રૂ.50ની સહાય

છેલ્લા ઘણા સમયથી ડુંગળી અને બટાકા રાજ્યના ખેડૂતોને રોવડાવી રહ્યા છે. ત્યારે અંતે સરકારે તેના ભાવને ટેકો આપતી જાહેરાત કરી છે. જેનાથી હવે ખેડૂતોને ઓછું નુકસાન સહન કરવું પડશે. જો કે આ લાભ ખેડૂતો 31 માર્ચ સુધી જ ઉઠાવી શકશે.

ડૂંગળી અને બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે રાજ્યમાં બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા જણાય છે. આ પરિસ્થિતિની સંદર્ભે એક કિલો એ રૂપિયા બેની સહાય ખેડૂતને આપવામાં આવશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા માટેની સહાય આપવામાં આવશે. 70 કરોડની સહાય રાજ્ય સરકાર ચુકવણી કરશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, સરકાર ટ્રાન્સ્પોર્ટેશનના ખર્ચ માટે 20 કરોડ ફાળવશે. રાજ્ય અને દેશ બહાર ડુંગળીના નિકાસ માટે 20 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત મંત્રીએ જણાવ્યુ કે, બટાકા અન્ય રાજ્યમાં મોકલવામાં સહાય કરવામાં આવશે. એક ખેડૂતને એક કટ્ટાના 50 રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકાર 600 કટ્ટા સુધી સહાય કરાશે.

રાઘવજીએ એમ પણ જણાવ્યુ કે, બજારમાં લાલ ડુંગળીના ભાવ ઓછા છે. બટાકાની નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય આપવામા આવશે. રોડ ટ્રાન્સપોર્ટથી બટાકાની નિકાસ પર 750 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન સહાય અપાશે. રેલવે મારફત બટાકાની નિકાસ કરે  ખર્ચના 100 ટકા અથવા 1150 રૂપિયા પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. દેશ બહાર બટાકાની નિકાસ કરે તો કુલ વાહનના ખર્ચના 25% આપવામાં આવશે.

આ ઉપરાંત બટાકા પકવતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાકાનો સંગ્રહ કરે તો પ્રતિ કિલો 1 રૂપિયા લેખે ખેડૂતને એક કટ્ટાના 50 અને વધારેમાં વધારે 600 કટ્ટાની મર્યાદામાં સહાય અપાશે. આ સહાય 1 ફેબ્રુઆરી 2023થી 31 માર્ચ 2023 સુધીમાં આપવામાં આવશે. જેના માટે 200 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.