Abtak Media Google News

ભાજપ કાર્યાલયે અંજલીબેન રૂપાણી, મેહુલભાઈ રૂપાણી અને નેહલ શુકલની આગેવાનીમાં મળી બેઠક

કર્મીઓનો માર્ચ માસનો પગાર બાકી: ફિક્સ ડિપોઝિટ જમા કરવા પ્રશ્ને વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત કર્મચારીઓને એજન્સીમાંથી હટાવી પગાર વધારો આપ્યો. પરંતુ ૩૮૦ કર્મચારીઓ પાસે બોન્ડ સાઈન કરાવતા સમયે એક માસના પૂરા પગારની ફિક્સ ડિપોઝિટ જમા કરાવવાનો આદેશ આપતા વિરોધનો સૂર ઉઠયો છે. જેને લઈને આજરોજ ૧૫૦રિ ંરિંગ રોડ સ્થિર ભાજપના કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત ૩૮૦ કર્મચારીઓ સાથે રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી, મેહુલભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ યુવા મહામંત્રી નેહલભાઈ શુકલની આગેવાનીમાં બેઠક મળી હતી.Img 20190409 120431નેહલભાઈ શુક્લએ આ બાબતે જણાવ્યું હતું કે, કરાર કર્મચારીઓનો માર્ચ માસનો પગાર થયો નથી અને એજન્સીમાંથી યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલમાં લેવામાં આવતા કર્મચારીઓએ નારાજગી દર્શાવી હતી જે બાબતે આજે અંજલીબેન રૂપાણીની અધ્યક્ષતામાં તમામ કરારી કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં નક્કી કરાયું હતું કે યુનિવર્સિટીના કુલપતિ સાથે વાતચીત કરી તાત્કાલિક પ્રશ્ન દૂર કરવા જણાવામાં આવશે.

સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું કે કર્મચારીઓનો પ્રશ્ન નાનો હતો અંર માર્ચ માસ નો પગાર એકથી બે દિવસમાં થઈ જશે અને જે ફિક્સ ડિપોઝિટનો પ્રશ્ન છે તેનું ત્રણ દિવસમાં નિરાકરણ આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.