Abtak Media Google News

સવારે ૮:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.orgપરથી વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જોઈ શકશે

ધો.૧૦ બોર્ડનાં વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય દિવસોથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા જે અંતે આજે રાજયનાં શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનાં પરિણામની તારીખ જાહેર કરાઈ છે. આવતીકાલે ધો.૧૦નું પરીણામ જાહેર કરવામાં આવશે. ધો.૧૦નું પરીણામ કાલે સવારે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર જાહેર કરાશે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીણામ જોઈ શકશે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે આશરે ૯ થી ૧૦ લાખ વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનાં જણાવ્યા મુજબ ધો.૧૦ અને સંસ્કૃત પ્રથમનાં માર્ચ-૨૦૨૦નાં ઉમેદવારોનું પરીણામ ૯ જુનને મંગળવારનાં રોજ સવારે ૮:૦૦ કલાકથી બોર્ડની સતાવાર વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિઘ્ધ કરવામાં આવશે. આ સિવાય ધો.૧૦ અને સંસ્કૃત પ્રથમનાં માર્ચ-૨૦૨૦નાં ઉમેદવારોનાં કુલપત્રકોનાં વિતરણની તારીખ હવે પછી પ્રસિઘ્ધ કરવામાં આવશે અને ગુણ ચકાસણીની સુચનાઓ અલગથી પ્રસિઘ્ધ કરી જાણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડે ૨૦ દિવસ અગાઉ જ જાહેર કરી દીધું છે. આ વર્ષે કોરોનાને કારણે પરિણામ થોડુ મોડુ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરીણામ જોઈ શકશે જોકે હજુ માર્કશીટ વિતરણની તારીખો જાહેર કરવામાં આવી નથી. આગામી થોડા દિવસોમાં માર્કશીટ વિતરણની પણ તારીખ જાહેર કરવામાં આવશે. હજુ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ પણ જાહેર થવાનું બાકી છે અને તેનું પરીણામ કયારે આવશે તેને લઈને પણ વિદ્યાર્થીઓ આતુર બન્યા છે. આગામી ૨ થી ૩ દિવસમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ પણ જાહેર થાય તેવી શકયતા જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.