Abtak Media Google News

અર્વાચીનતાથી જોજનોદુર પ્રાચીન ગરબીમાં હજુ પણ ગરબા-દુહાઓ થકી થાય છે માં જગદંબાની આરાધના

નવરાત્રીમાં શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગાવાને બદલે અર્વાચીન દાંડિયાના દુષણ વચ્ચે પણ મોરબીના દરેક શેરી મહોલ્લામાં આદ્યશક્તિમાની ભક્તિ કરવાનો અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે નવરાત્રી પૂર્વજ ગરબી ચોક શણગાર સજી સજ્જ થયા છે અને શક્તિ સ્વરૂપ બાળાઓ પણ પોતાના રાસગરબાની પ્રેક્ટિસમાં વ્યસ્ત બની છે.

Advertisement

છેલ્લા દાયકાઓમાં અર્વાચીન રસોત્સવના વધતા પ્રભાવ વચ્ચે પણ મોરબીના સોસાયટીઓમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબીઓના આયોજનો થઈ રહ્યા છે જો કે પ્રાચીન ગરબી મંડળોમાં લન લાઈટ અને સાઉન્ડ સિસ્ટમમાં થોડી આધુનિકતા આવી છે તેં છતાં માતાજીના ગરબા,છન્દ અને પૂજન અર્ચન હજુ પણ પૌરાણિક પદ્ધતિથી જ થઈ રહ્યા છે.

મોરબી શહેરમાં ગેસ્ટ હાઉસ રોડ પર મંગલ ભુવન ગરબી,શક્તિ ચોક ગરબી,સુપર માર્કેટ પાસે ખોડિયાર ચોક ગરબી,નાની રાવલ શેરી,માધાપર,વજેપર,વાઘપરા,કાલિકા પ્લોટ,સનાળા રોડ,રવાપર રોડ,જુના બસસ્ટેન્ડ,પરસોતમ ચોક,સામાકાંઠે લાલબાગ,રોટરી,રીલીફનગર,વર્ધમાન સોસાયટી,રામકૃષ્ણ નગર,વિદ્યુતનગર,સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વરિયા પ્રજાપતિ ગરબી,ચામુંડા ગરબી મંડળ,ભઠાવાળી લાઈનમાં શક્તિ ગરબી,ગાંધી જવાહર ગરબી,બૌદ્ધનગર સહિતના વિસ્તારમાં પ્રાચીન ગરબીના સુંદર આયાેજન થઈ રહ્યા છે.

નવરાત્રી શરૂ થવા આડે બે દિવા બાકી છે ત્યારે મોટા ભાગના ગરબી મંડળો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કોઈપણ જાતના ઠાઠ માઠ કે ભપકા વગર થતા પ્રાચીન ગરબીઓના આયોજનોમાં ખરા અર્થમાં માં શક્તિની ભક્તિ થઈ રહી છે અને પ્રાચીન સંસ્કૃતિને આવા ગરબી મંડળો દ્વારા જ સાચવવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.