Abtak Media Google News

એક મહામાનવની વિદાય: વડાપ્રધાન, ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ભાજપ-કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના મહાનુભાવોએ આપી ટવીટર પર શ્રધ્ધાંજલી

શિક્ષણ ભવનથી  સાંસદ ભવન સુધીની  સફળ સેવાયાત્રાથી રાષ્ટ્ર અને સમાજ સેવા કરનાર પ્રિન્સીપાલ લલિતભાઈ અમૃતલાલ મહેતાનું 8 જુલાઈના રોજ  86 વર્ષે અવસાન થતા શિક્ષણ, સામાજીક, રાજકીય ક્ષેત્રે ભારે શોક છવાયો છે.

શિક્ષણ ભવન થી સંસદ ભવન સુધી ના યાત્રી, સેવા ના પર્યાય, નખશિખ શિક્ષક પ્રિન્સિપાલ લલિતભાઈ મહેતા ને શિક્ષણ અને સમાજ ની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.  તેઓશ્રીએ રાજ્યસભાના સાંસદ, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના  પાયાના કાર્યકર તેમજ રાજકોટ નાગરિક બેંકના એમડી જેવી અનેક સામાજિક જવાબદારી વહન કરી હતી વર્તમાનમાં વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ વાંકાનેર ના પ્રમુખ, વીવીપી એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ તેમજ ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર રાજકોટના મેનેજિંગ ટ્રસ્ટી, દેવદયા ટ્રસ્ટ વાંકાનેર ના પ્રમુખ વાંકાનેર પાંજરાપોળ ગૌશાળા ના પ્રમુખ તરીકેની જવાબદારી વહન કરી રહ્યા હતા.

તેમના સ્વર્ગવાસથી સમગ્ર વાંકાનેર પંથક તેમજ ગુજરાતભરના જાહેર જીવનમાં ખૂબ મોટી ખોટ પડી છે. તારીખ 13/7/2023 ગુરૂવાર, સાંજે 4:30 થી 6:00 કે. કે.શાહ ઓડિટોરિયમ હોલ, રાજકોટ જકાતનાકા ની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર તેઓને સ્મશાન યાત્રામાં સૌરાષ્ટ્ર ભરના અગ્રણીઓ જોડાણ  હતા.  રાજવી કેસરીદેવસિંહ ઝાલા, ડો. જયંતીભાઈ ભાડેસીયા-પશ્ચિમક્ષેત્ર સંઘચાલક, ડો. નરેન્દ્રભાઈ દવે સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ અને વીવીપીના ટ્રસ્ટી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, અશ્વિનભાઈ રાવલ મહંત શ્રી ગાયત્રી મંદિર, વિશાલભાઈ પટેલ ફળેશ્વર મંદિર મહંત, રેવાદાસભાઈ રૂગનાથજી મંદિર, ખુશાલગીરી ગોસ્વામી નાગાબાવા મંદિરના મહંત, વિપુલભાઈ અઘારા રાજકોટ વિભાગ સંઘચાલક, વીવીપીના ટ્રસ્ટીઓ સર્વે શ્રી  કૌશિકભાઇ શુક્લ, હર્ષલભાઈ મણિયાર, આચાર્ય શ્રી ડો. તેજસભાઈ પાટલીયા તથા વી.વી.પી કર્મચારી ગણ, એચ. કે. દવે આચાર્ય સી.યુ.શાહ કોલેજ, પ્રજ્ઞેશભાઈ પટેલ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ, ઘનશ્યામભાઈ ઢોલરીયા ઉદ્યોગપતિ, પ્રવીણભાઈ રાતડીયા પ્રમુખ જૈન સંઘ,  રાજુભાઈ મહેતા જૈન સંઘ પ્રમુખ તેમજ ત્રણેય જૈન ફિરકાના પ્રમુખ, નીતિનભાઈ શેઠ દિગંબર જૈન સંઘ પ્રમુખ, પ્રદ્યુમનભાઈ સાતા વિદ્યા ભારતી રાજકોટ વિભાગ ઉપાધ્યક્ષ, ડો. જયવીર સિંહ ઝાલા, ડો. પ્રકાશભાઈ ધરોડિયા, ડો. મિતુલભાઈ પટેલ, ડો. બાવરીયા સાહેબ, ડો. ઝાલા સાહેબ, ડો. જીગ્નેશભાઈ દેલવાડીયા સહિત વગેરે ડોક્ટર, મનસુખભાઈ પ્રજાપતિ મીટ્ટી કુલ, હેમેનભાઈ ખાંભલીયા નિવૃત પ્રાધ્યાપક, ડો. જયમીનભાઇ ત્રિવેદી, રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરશ્રીઓ, વાંકાનેર નાગરિક બેંક શાખા વિકાસ સમિતિના સભ્યશ્રીઓ વાંકાનેર શાખા વિકાસ સમિતિના સભ્યો, એડવોકેટ આશિષભાઈ શાહ, અનંતરાયભાઈ મહેતા દેવદયા ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ, હિતેશભાઈ હેરમા પ્રમુખ કાપડ એસોસિએશન  વાંકાનેર, વિનુભાઈ કોટક કરીયાણા એસોસિએશન વાંકાનેર, પરેશભાઈ ઝવેરી સોની બજાર એસોસિએશન વાંકાનેર, વાંકાનેર મેડિકલ વાંકાનેર મેડિકલ એસોસિએશનના પ્રજ્ઞેશભાઈ, ચમનભાઈ સિંધવ પ્રભારી બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા.. સંઘ પરિવાર ભગિની ના અધિકારીઓ,ઉદ્યોગપતિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ, સામાજિક અગ્રણીઓ,  શિક્ષણ શાસ્ત્રીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ, ડોક્ટરો, જીવદયા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ;–દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ શ્રી લલીતભાઈ મહેતા ના નિધનના સમાચાર દુ:ખદ છે. -કર્તવ્ય પરાયણ તા  સાદગી તેઓના જીવન મૂલ્યો હતા.

સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના, તેમજ દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પક્ષના પ્રમુખ સી, આર ,પાટીલ બિહાર રાજ્યના સંગઠન મંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા,, અમરેલી ના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા,

જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન શ્રી મુળુભાઈ બેરા, ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિધાનસભાની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા , ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા સેલ સહ ક્ધવીનર મનન દાની,,વગેરે દુ:ખવ્યક્ત કરેલ હતો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.