Abtak Media Google News

અધુરા પ્રોજેકટ સમયસર પૂર્ણ કરાશે, નવા પ્રોજેકટ ઝડપથી શરૂ કરાશે, વાંધાઅરજીઓનો નિકાલ ઝડપી બનાવાશે: મેયર બીનાબેન આચાર્ય

ભાજપના તમામ ૩૯ કોર્પોરેટરો સાથે મળી વિકાસ કામો કરશે: ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા

હોદો નહીં જવાબદારી મળી છે, રાજકોટ માટે મોસાળે જમણ અને માં પીરસનાર જેવો
માહોલ: સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ

મહાપાલિકાના નવનિયુકત પદાધિકારીઓ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ ‘અબતક’ના આંગણે

 

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામેલા અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ૨૨મું સ્થાન ધરાવતા રાજકોટના સર્વાંગી વિકાસ માટે અમે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશું તેમ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટના નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને પક્ષના દંડક અજયભાઈ પરમારે જણાવ્યું હતું.

2 51તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીની ટીમ અને મોવડી મંડળે અમારી પર જે ભરોસો મુકયો છે તેનો અમે આભાર માનીએ છીએ. સ્વ.અરવિંદભાઈ મણીયારથી શરૂ કરીને તમામ પૂર્વ મેયરે શહેરનો વણથંભ્યો વિકાસ આગળ વધાર્યો છે. માનવી ત્યાં સુવિધા, સૌને સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા ભાજપના શાસકો કટીબઘ્ધ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાનું અવતરણ કરાવી શહેરની પાણીની સમસ્યાને ભુતકાળ બનાવી દીધી છે. દૈનિક સુવ્યવસ્થિત પાણી મળી રહે તે માટે અમે પુરતુ પ્રાધાન્ય આપીશું. લોકોની સુખાકારી માટે ચાલી રહેલા પ્રોજેકટ સમય મર્યાદામાં પૂર્ણ થાય અને નવા પ્રોજેકટ ઝડપથી શરૂ થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

3 34નવા ભરેલા કોઠારીયા અને વાવડીને વહેલાસર પ્રાથમિક સુવિધા મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. રાજકોટવાસીઓને એક સુંદર ફરવાનું સ્થળ એટલે કે રેસકોર્સ-૨ અને તેને લાગુ અટલ સરોવર વહેલાસર શરૂ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવશે.

4 30નવનિયુકત પદાધિકારીઓએ ઉમેર્યું હતું કે, શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બને તે માટે કેકેવી ચોક અને આમ્રપાલી ફાટકે બ્રીજ બનાવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઘરવિહોણાને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે નવી આવાસ યોજના, ગરીબ લોકોને રોજગારી મળે તે માટે નવા હોકર્સ ઝોન અને રાત્રી બજાર શરૂ કરાશે. પ્લેટફોર્મ મળે તે દિશામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાશે. શહેરમાં મીટરથી પાણી વિતરણની વ્યવસ્થા વિસ્તારવામાં આવશે. પ્રદ્યુમન પાર્ક ઝુ ડેવલોપમેન્ટની કામગીરીને આગળ વધારવામાં આવશે.

5 29મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મહાપાલિકામાં ભાજપના શાસનમાં વણથંભ્યો વિકાસ થયો છે અને આ વિકાસને આગળ ધપાવવામાં આવશે. કાર્પેટ એરિયા આધારીત મિલકત વેરાની આકારણીમાં વાંધા અરજીના નિકાલની કામગીરી વધુ વેગવંતી અને ઝડપી બનાવવામાં આવશે. રાજયમાં એકમાત્ર રાજકોટમાં જ તમામ કોર્પોરેટરો સાથે બેસી અને સંકલનમાં વિકાસ કાર્યો અંગે નિર્ણય લે છે.

6 17 જનરલ બોર્ડની આગામી બેઠકમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવી કે કેમ તે અંગે પણ સંકલનમાં નિર્ણય લેવામાં આવશે. ડે.મેયર અશ્વીનભાઈ મોલીયાએ જણાવ્યું હતું કે, ભાજપના તમામ ૩૯ કોર્પોરેટરો સાથે સંકલન કરી વિકાસ કામોને વેગ આપશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, અમને હોદા નહીં પરંતુ જવાબદારી મળી છે જેને પરીપૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશું. અમારા આગળના શાસકોએ ખુબ જ સારી કામગીરી કરી છે. શહેરના સર્વાંગી વિકાસ માટે પુરતુ ધ્યાન આપવામાં આવશે. રોજની સમસ્યાનું નિરાકરણ થાય તે દિશામાં કામ કરવામાં આવશે. ભુતકાળમાં રાજકોટમાં માત્ર ૭ બગીચા હતા આજે ૧૬૭ બગીચા છે.

7 14 જે વાત પરથી સાબિત થાય છે કે પર્યાવરણના જતન માટે ભાજપના શાસકો કેટલા ગંભીર છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટના હોય રાજકોટ માટે મોસાળે જમણ અને માં પીરસનાર જેવો માહોલ સર્જાયો છે. રાજકોટવાસીઓની સુખાકારી માટે પુરતુ ધ્યાન આપવામાં આવશે.

8 7મહાપાલિકાના નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને પક્ષના દંડક અજયભાઈ પરમાર ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પૂર્વ દંડક રાજુભાઈ અઘેરા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી સહિત કિશોરભાઈ રાઠોડ સહિતના ભાજપના અગ્રણીઓ આજે ‘અબતક’ના મોંઘેરા મહેમાન બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.