Abtak Media Google News

રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ સરકારી હોસ્પિટલો કે જાહેર આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા અને તબીબી શિક્ષણ હેઠળ સેવા આપતા તબીબી શિક્ષકો અને તબીબો નિવૃત્ત થયા બાદ ત્રણ વર્ષ સુધી તેઓ પે-માઇનસ પેન્શન સ્કીમ અંતર્ગત બીજા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી શકશે.

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હાલમાં સરકારી ડોક્ટરોની નિવૃત્તિ વયમર્યાદા ૬૨ વર્ષની છે હવે તેઓને નિવૃત્તિ બાદ પણ વધુ ત્રણ વર્ષ સુધી નિમણુક અપાશે. જેમાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોનો સમાવેશ થાય છે. અત્યારે ગુજરાતની સરકારી સેવાઓમાં ડોક્ટરોની અછત છે.

ડોક્ટર બનીને બહાર આવતા પૈકીના મોટા ભાગના ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસમાં જોડાઈ જાય છે. આવી સ્થિતિમાં ડોક્ટરોની સંખ્યા વધારવા માટે નિવૃત્તિ બાદ વધુ ત્રણ વર્ષ સુધી સરકારી હોસ્પિટલોમાં કામગીરી અને મેડિકલ કોલજોમાં સેવા ચાલુ રહે તેવી નીતિ સરકારે નક્કી કરી છે. જે મુજબ નિવૃત્તિ પછી પણ ત્રણ વર્ષ સુધી પે-માઇનસ પેન્શનની આકર્ષક પગાર યોજના મુજબ નિમણૂક અપાશે. આ નિમણૂક પર નિયત કરેલા વેતન પર કોઈ જાતના બીજા ભથ્થા મળવા પાત્ર થશે નહીં તેમજ પુનઃ નિમણૂક દરમિયાન તેમની સેવા બદલ કોઈ વધારાનું પેન્શન, બોનસ, રજાનું રોકડમાં રૂપાંતર, પેશગી સહિતના અન્ય લાભો મળવાપાત્ર થશે નહીં.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.