Abtak Media Google News

રાજકોટના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ડિસ્ટ્રીક બેડમીન્ટન એસોસીએશન અને અહેસાસ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે અને આર.કે.જૈન મેમોરીયલ ૩જી ગુજરાત સ્ટેટ બેડમીન્ટન ચેમ્પીયનશીપનો પ્રારંભ પૂર્વ મેયર અને સમારંભના મુખ્ય અતિથિ ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટ આગામી તા.૧૧ જુન સુધી ચાલશે.

આ સ્પર્ધાની વિગતો આપતા રાજકોટ ડિસ્ટ્રીક બેડમીન્ટન એસોસીએશનના મંત્રી ભુષણભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાગ લેવા સમગ્ર રાજયમાંથી અંદાજે ૮૦૦ જેટલી એન્ટ્રી આવી છે. જેમાંથી ૫૫ જેટલા ખેલાડીઓ રાજકોટના છે. આ તમામ ખેલાડીઓ અન્ડર-૧૩,૧૫ અને ૧૭ એમ ત્રણ મુખ્ય કેટેગરીમાં સીંગલ્સ, ડબલ્સ અને મીક્ષ ડબલ્સમાં બોયઝ અને ગર્લ્સ એમ કેટેગરી પ્રમાણે કુલ ૭૬૮ જેટલા મેચ કુલ ૬ દિવસ દરમ્યાન રમશે. જુદા-જુદા ૧૩ ફાઈનલીસ્ટને રૂ.૧૮૨ લાખની માતબર રકમના પ્રાઈઝ મની અપાશે. આ સ્પર્ધા અને આ ઉપરાંતની સ્ટેટ લેવલની સ્પર્ધામાં વધારે પોઈન્ટ મેળવનાર ખેલાડીઓની ટીમ બનાવાશે. જેને બેડમીન્ટન એસોસીએશન દ્વારા ગુજરાતને રીપ્રેઝન્ટ કરી નેશનલ લેવલે રમવા માટે મોકલવામાં આવે છે.

ઉદઘાટન કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સોશિયલ વેલફેર કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ બેડમીન્ટન એસો.ના માનદ મંત્રી ભુષણભાઈ પંડયા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સ્પર્ધાના મુખ્ય આયોજકોમાં રાજકોટ મહાનગરપાલિકા, એહસાસ ફાઉન્ડેશન અને ગુજરાત બેડમીન્ટન એસોસીએશનની છત્રછાયામાં કાર્યરત રાજકોટ ડિસ્ટ્રીકટ બેડમીન્ટન એસોસીએશન છે. જેમને અન્ય સંસ્થાઓ વિક્રમ વાલ્વસ પ્રા.લી. સુરક્ષા સેતુ સોસાયટી, જયોતી સીએનસી ઓટોમેશન લી, એચડીએફસી બેંક, વોકહાર્ટ હોસ્પિટલ, આર.કે.યુનિવર્સિટી, ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી. સનરાઈઝ સ્પોટર્સ ઈન્ડીયા પ્રા.લી. (ડીસ્ટ્રીબ્યુટર્સ ઓફ યોનેક્ષ) અને ડી.બી.દામાણી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સમગ્ર આયોજન હાથ ધરાયું છે.

આ ઉપરાંત સમગ્ર આયોજનને સફળ બનાવવા રાજકોટ ડિસ્ટ્રીકટ બેડમીન્ટન એસોસીએશનના પ્રમુખ ડો.વાય.એમ.માકડ, ઉપપ્રમુખ બી.ડી.સરવૈયા, ઉપપ્રમુખ વિક્રમભાઈ જૈન, પેટ્રન કે.ડી.સોલંકી, ઓરગેનાઇઝીંગ સેક્રેટરી હિતેષભાઈ દેસાઈ, જયદીપભાઈ જાડેજા, અમીતભાઈ શર્મા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, મનોજભાઈ દવે, પ્રિતીબેન લાલચંદાણી અને પ્રફુલભાઈ સંઘાણી તથા એસોસીએશનના વોલીયંટરોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.