ભગવાન વિષ્ણુએ ધારણ કરેલા ‘ચક્ર’ પાછળની કથા: આ પ્રસંગનો શિવપુરાણમાં પણ ઉલ્લેખ….

સુદર્શન ચક્રધારી ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુની પૂજાનું ગુરૂવારે વશેષ મહત્વ હોય છે. એક માન્યતા મુજબ ગુરૂવારના દિવસે પાલનહાર વિષ્ણુની આરાધના કરવાથી ભકતોને દરેક સમસ્યાઓમાંથી મુકિત મળી જાય છે અને તેથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મમાં ગુરુવારે વિષ્ણૂપૂજાને બેહદ ખાસ માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી લગ્ન સંબંધીત અવરોધ દૂર થાય છે. ‘ગુરૂ’ આ શબ્દમાં જ તેની શ્રેષ્ઠતા રહેલી છે. ભગવાન વિષ્ણુના હમેશા આપણને સુદર્શન ચક્ર સાથે જ દર્શન થાય છે. પણ આપણે એ નથી જાણતા કે તેના હાથમાં આ સુદર્શન ચક્ર કયાંથી આવ્યું?

કહેવાય છે સંસારમાં જયારે જયારે અન્યાય વધે છે ત્યારે ભગવાન વિષ્ણુ ધરતી પર અવતરીત થાય છે. સંસારને રાવણ કંસ જેવા રાક્ષ.સોના અત્યાચારોથી મુકિત અપાવવા માટે ભગવાન વિષ્ણુ રામ-કૃષ્ણનો અવતાર ધારણ કર્યો હતો. ભગવાન વિષ્ણુને તેથી જ પાલનકર્તા કહે છે.

ધાર્મિક કથાનુસાર એક સમયે રાક્ષસ દૈત્યોનો અત્યાચાર ખુબ વધી ગયો હતો. તેનાથી પરેશાન થઇને તેમણે ભગવાન વિષ્ણુને યાચના કરી. ત્યારબાદ લક્ષ્મીપતિ નારાયણે કૈલાસ પર્વત પર જઇને ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરી મહાદેવને પ્રસન્ન કરવા ભગવાન વિષ્ણુએ એક હજાર નામ સાથે ભગવાન શિવની સ્તુતિ કરી, અને દરેક નામની સાથે કમળનું પુષ્પ અર્પણ કરતા ગયા, ભગવાન ભોળનાથે  વિષ્ણુજીની પરીક્ષા લેવા માટે એક હજાર કમળમાંથી એક કમળનું પુષ્પ છુપાવી દીધું ત્યારે એક ફૂલ ઓછું જોઇને વિષ્ણુજી તેને શોધવા લાગ્યા. અને અંતમાં જયારે ફૂલ ન મળ્યું તો વિષ્ણુજી એ પોતાની આંખને કાઢી ‘શિવજી પર ચડાવી દીધું’ ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા ભકિતથી પ્રસન્ન થઇને ભગવાન ભોળાનાથે તેને વરદાન માંગવા કહ્યું, ત્યારે ભગવાન વિષ્ણુએ અજેય શસ્ત્રનું વરદાન માંગ્યું અને ભોળાનાથે તેને સુદર્શન ચક્ર આપી દીધું હતું. વિષ્ણુજીએ એ ચક્રથી દૈત્યોનો સંહાર કર્યો અને આમ, દેવતાઓને દૈત્યોથી મુકિત મળી, આ રીતે સુદર્શન ચક્ર ભગવાન  વિષ્ણુ સાથે હમેશા નજર આવે છે.

Loading...