Abtak Media Google News

નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૩૫૦૨ ખેડૂતોને વિવિધ યોજનાઓમાં સબસિડી આપવાનો લક્ષ્યાંક રખાયો, માત્ર ૨૪૫૫૫ ખેડુતોએ જ સબસિડી લીધી

સરકારી યોજનાઓની માહિતીના અભાવે તેમજ સર્વરની ખામીના લીધે અનેક ખેડુતો સહાયથી વંચિત

રાજકોટ જિલ્લામાં ખેતીવાડી સબસીડી યોજનાઓનો ૨૬% લક્ષ્યાંક જ સિદ્ધ થયો છે. નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં સરકારે રાજકોટ જિલ્લાનાં ૯૩,૫૦૨ ખેડુતોને વિવિધ ૨૦ યોજનાઓનો લાભ આપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો જેની સામે માત્ર ૨૪,૫૫૫ ખેડુતોએ જ આ યોજનાનો લાભ લઈ સબસીડી મેળવી હતી.

Advertisement

ખેતીવાડીની વિવિધ ૨૦ યોજનાઓમાં રાજકોટ જિલ્લાના ૨૪,૫૫૫ ખેડૂતોને રૂ.૧૩.૨૭ કરોડની સબસીડી આપવામાં આવી હતી. જોકે સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનાં ૯૩,૫૦૨ ખેડુતોને સબસીડી આપવાનો ટારગેટ રાખવામાં આવ્યો હતો ત્યારે સરકારી યોજનાઓની માહિતીના અભાવે તેમજ ઓનલાઈન અરજી કરતી વેળાએ સર્વરમાં ખામી સર્જાવાના લીધે અનેક ખેડુતોને સબસીડી માટેની અરજી કરી ન હતી. જેથી લક્ષ્યાંકમાં ૭૪% ખેડુતો સરકારી સહાયથી વંચિત રહી ગયા હતા.

6464ખેતીવાડીની વિવિધ યોજનાઓ જેમ કે એજીઆર-૨માં ૧૫૯૦૬ના લક્ષ્યાંક સામે ૮૧૫૬, એજીઆર-૨ હેન્ડ ટુલ્સમાં ૩૦૦૦ સામે માત્ર ૨૦૯, એજીઆર-૪માં ૧૦૯૩ સામે ૮૦૦, એજીઆર-૪ હેન્ડ ટુલ્સમાં ૪૦૦ સામે માત્ર ૨૪, એમએમઓઓપીમાં ૩૭૯૦ સામે ૨૧૩૭, એનએફએસએમ બી.ટી.કપાસ પાક ઉત્પાદન વધારવાની યોજનામાં ૧૩,૮૬૦ સામે ૧૩૭ અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં ૪૧,૧૦૫ સામે ૧૩૭૯ ખેડુતોએ લાભ લીધો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.