Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી સ્થાનિક જગ્યાઓ પર બાળકની ડીલેવરી કરાવવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. આવી કુદરતી ઘટનાઓમાં ૧૦૮ની ટીમ સરાહનીય કામગીરી કરી રહી છે. ગઈકાલે ટંકારામાં કારમાં ટીમ દ્વારા સફળ ડીલેવરી કરાવવામાં આવી હતી. આ અગાઉ પણ સુરતમાં રિક્ષામાં બાળકની ડીલેવરી કરાવવામાં આવી હતી ત્યારે સુરતમાં ફરી એક વાર આવી જ ઘટના સામે આવી છે જેમાં શૌચાલયમાં બાળકની ડીલેવરી કરાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની છે ૧૦૮ની ટીમ દ્વારા સફળ ડીલેવરી કરાવવામાં આવી છે. શૌચાલયમાં મહિલાને પ્રસવ પીડા ઉપડ્યા બાદ સ્થળ પર પહોંચીને શૌચાલયમાં જ મહિલાની ડિલીવરી કરાવી હતી. ત્યારબાદ મહિલા અને બાળકને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

શૌચાલયમાં જ મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી

Whatsapp Image 2022 12 27 At 10.46.38

સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી રવિવારે બપોરના સમયે આશિષ નામના વ્યક્તિનો 108ને કોલ આવ્યો હતો. કોલ કરનારે જાહેર શૌચાલયનું 108ને લોકેશન આપતા જણાવ્યું હતું કે, તેની પત્ની રશ્મીકાને પ્રસુતિની પીડા ઉપડી હતી. કોલ મળતા જ લંબે હનુમાન રોડ લોકેશનની 108ની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. પરિસ્થિતિને જોત શૌચાલયમાં જ ડિલવરી કરવાની ઇમરજન્સી ઉભી થઈ ત્યારે ડિલીવરી કરાવાતા રશ્મિકાએ બાળકીને જન્મ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.