Abtak Media Google News

ટિકિટ કાઉન્ટર પર ટિકિટ લેવામાં લાગતા સમયને ઘટાડવાનો પ્રયાસ યુટીએસ મોબાઈલ ટિકિટ એપનો ઉપયોગ કરવા અનુરોધ

પશ્ચિમ રેલવેએ રાજકોટ મંડળના અનારક્ષિત ટિકિટ કાઉન્ટરો પરી ટિકિટ લેતા મુસાફરોની સુવિધા માટે ‘ઓપરેશન પાંચ મિનિટ’ ચલાવ્યું હતું. આ અભિયાન દરમ્યાન કાઉન્ટર પરી ટિકિટ લેવાનો સમય  ઘટાડવાનો પ્રયાસ કરાયો હતો. મુસાફરોને માત્ર પાંચ મિનિટમાં ટિકિટ મળે તેવા પ્રયાસો ચાલુ છે.

રેલ પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે, મુસાફરોમાં જાગૃતતા લાવવા માટે મંડળના મુખ્ય સ્ટેશનો જેવા કે રાજકોટ, જામનગર, દ્વારકા, ઓખા, સુરેન્દ્રનગર અને વાંકાનેર પર આ અભિયાનની જાણકારી આપવા બુકિંગ ઓફિસના ટિકિટ કાઉન્ટર પર પોસ્ટર લગાવાયા છે. પોસ્ટર પર લખાયું છે કે, રેલવે મુસાફરોને પાંચ મિનિટમાં ટિકિટ આપવાનું આશ્ર્વાસન આપે છે જો કોઈ મુસાફરને પાંચ મિનિટમાં ટિકિટ નહીં મળે તો તે પોસ્ટર પર લખેલા ફોન નંબર પર ફોન કરી રજૂઆત કરી શકે છે. આ સાથે મુસાફરોને આ વિષયે વધુ જાણકારી આપવા રાજકોટ સ્ટેશને નુક્કડ નાટકનું આયોજન કરાયું હતું. જેમાં યાત્રિકોને યુટીએસ એપી આસાનીથી ટિકિટ બુક કરવાની પ્રક્રિયા સમજાવાઈ હતી. રેલવેની યુટીએસ એપી કોઈપણ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટ મેળવી શકાશે.

રેલ પ્રબંધક પરમેશ્વર ફૂંકવાલેએ સર્વે યાત્રિકોને અનુરોધ કર્યો છે કે, સરળતાી ટિકિટ ખરીદવા માટે વધુમાં વધુ રેલવેની યુટીએસ મોબાઈલ ટિકિટીંગ એપનો ઉપયોગ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.