Abtak Media Google News

ભારત અને આયરલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ સાત ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ તમામ મેચ જીતી છે

ભારત અને આયર્લેન્ડ વચ્ચે ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ છે. વરસાદના કારણે ત્રીજી મેચ રદ્દ કરવામાં આવી છે. સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ ટી20 મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે. અંગે બીસીસીઆઈના પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચ 2 રને અને બીજી મેચમાં 33 રને જીત મેળવી હતી.જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત સીરિઝ રમી રહી હતી. ટીમ ઈન્ડિયાએ શરૂઆતની બંને મેચ જીતીને ટ્રોફી જીતી હતી. ત્રીજી 20 મેચમાં સતત વરસાદ પડ્યો હતો. લાંબા સમય સુધી રાહ જોઈ અને બાદમાં તપાસનો રાઉન્ડ શરૂ થયો. ટોસ પણ થઈ શક્યું અને મેચ પડતી મૂકવી પડી. જણાવી દઇએ કે, રમતની શરૂઆત પહેલા, જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની યુવા ટીમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન3ના સફળ ઉતરાણની ઉજવણી કરતી જોવા મળી હતી. ભારત પહેલો દેશ છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનું મિશન લેન્ડ કર્યું છે.આયર્લેન્ડ સામે ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારત અને આયર્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 20 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ તમામ મેચ જીતી છે. જો આયર્લેન્ડ શ્રેણીની ત્રીજી મેચ જીતવામાં સફળ થઇ હોત તો તે ભારત સામે તેની પ્રથમ અને ઐતિહાસિક જીત હોત. જોકે, તે વરસાદના કારણે થઇ શક્યુ નથી. અને ભારતે શ્રેણીને 2-0 થી જીતી લીધી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.