Abtak Media Google News

પર્યાવરણ સામે સૌથી મોટો ખતરો જો કોઈ હોય તો તે પ્લાસ્ટીક છે. પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડીને અથવા તો સદંતર બંધ કરીને પર્યાવરણની જાળવણી ખુસ સારી રીતે કરી શકાય છે. જેથી પ્લાસ્ટીકની જગ્યાએ અન્ય પદાર્થનો ઉપયોગ કરવો હિતાવહ છે. રાજકોટમાં અનેક સંસ્થાઓ ઈકોફ્રેન્ડલી વસ્તુઓના ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલી છે. ત્યારે શહેરના એક મહિલા આગેવાનની સાધનાથી પર્યાવરણ બચાવવાની જંગમાં સફળતા મળશે તેવી આશાઓ છે.

Advertisement

મિનલબા ગોહિલે ન્યુઝ પેપરમાંથી એવી પ્રોડકટ બનાવે છે જે ઈકોફ્રેન્ડલી છે. પ્રોડકટની અંદર ઔષધી-શાકભાજીના બી ઉમેરવામાં આવે છે. જેના પરિણામે જ્યારે પ્રોડકટનો ઉપયોગ પૂરો થઈ જાય તો તે પર્યાવરણને નુકશાનકારક રહેતી નથી. ઉલ્ટાનું પર્યાવરણ ખીલી ઉઠે છે. બીનું વાવેતર પણ કરી શકાય છે. આવી પ્રોડકટ મિનલબા ગોહિલે યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, મહાનગરપાલિકા કમિશનર સહિતનાને ભેટમાં આપી હતી.

પછાત બાળકોને શિક્ષા આપવાનો પણ સેવાયજ્ઞ

Photo 2020 06 06 09 30 05 1

મિનલબા ગોહિલે ગરીબ અને પછાત પરિવારના બાળકોને શિક્ષીત કરવાનું અનોખુ અભિયાન છેડ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે થોડા સમય પહેલા નેચરીંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેકટ અંતર્ગત આ અભિયાન શ‚કર્યુંહતું. જેમાં મિનલબા જોડાઈ ગયા હતા. ૨ થી ૧૬ વર્ષના બાળકોને શોધી તેમને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દર શનિવાર અને રવિવાર બાળકોને શિક્ષણ અપાય છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂ‚પાણીએ પણ આ સેવાયજ્ઞની સરાહના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.