Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષું કન્યાઓના ૨૫માં સમુહલગ્નોત્સવમાં હાજરી આપતા મુખ્યમંત્રી : આઠ યુગલો લગ્નગ્રંથીથી જોડાયાં

સમાજની સામાજીક જવાબદારી અદા કરવી અને સમાજનાં સર્વાંગી ઉત્થાન માટે પ્રતિબધ્ધ બનવું એજ આપણો સાચો નાગરિક ધર્મ છે રાજય સરકાર સમાજનાં સર્વાંગી – સમરસ અને સમતોલ વિકાસ માટે પ્રતિબધ્ધ છે તેમ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ સુરેન્દ્રનગર ખાતે જણાવ્યુ હતું.

રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સુરેન્દ્રનગર ખાતે સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા અને રાધાકૃષ્ણ કરૂણા સંઘ પરીવાર મુંબઇ થકિ આયોજીત અંધકન્યાઓના ૨૫માં લગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને ૮ (આઠ) નવદંપતિઓને સુખી દાંપત્યજીવનની શુભકામના આપી હતી અને સંસ્થાની સેવાકિય પ્રવૃતિઓની સરાહના કરી હતી આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવો તથા દાતાશ્રીઓનાં હસ્તે સમાજને શ્રેષ્ઠ પ્રદાન કરનારાઓનું એવોર્ડ સન્માનપત્ર આપી ગૌરવપુર્ણ સન્માન કર્યુ હતું

સમારોહમાં સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય શ્રીવર્ષાબેન દોશી, કલેકટરશ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલ, પોલીસ અધિક્ષકશ્રી મનિન્દર પવાર, નગરપાલિકા પ્રમુખશ્રી વિપિનભાઇ ટોલીયા, મહંતશ્રી સેવાદાસ બાપુ, મહંતશ્રી મગનદાસ બાપુ, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ પટેલ, જગદીશભાઇ મકવાણા, બાબાભાઇ ભરવાડ, જીજ્ઞાબેન પંડયા, સુર્યકાન્તભાઇ શાહ, શ્રી ચંદ્રકાન્તભાઇ શાહ, શ્રીમતી દિવ્યાબેન શાહ, શ્રીદીપકભાઇ અગ્રવાલ, શ્રી શૈલેશભાઇ શાહ, પંકજભાઇ વોરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.