Abtak Media Google News

મોરબીના ગાળા ગામે મહિલા દૂધ મંડળીનો શુભારંભ

સાંસદ અમિતભાઇ ચાવડા તેમજ મોહનભાઇ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતિ

મોરબીના ગાળા ગામે મહિલા દૂધ મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો છે. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાળા મહિલા દૂધ મંડળીનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

મોરબી તાલુકાના ગાળા ગામે પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ તેઓનું દૂધ ઘર આંગણે જ વેચાઈ જાય તે હેતુથી ગાળા મહિલા દૂધ મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના ઉદ્દઘાટન પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોહનભાઇ કુંડારીયા તેમજ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રાણજીવનભાઈ કુંડારીયા, વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.