Abtak Media Google News

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઓવરબ્રિજ માટે ક્ધસલ્ટન્ટ નિમવા ટેન્ડર પ્રસિઘ્ધ

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી અને રૈયા ચોકડી ખાતે કરોડો ‚પિયાના ખર્ચે ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. રૈયા ચોકડી બ્રિજનું ગત માસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે.

દરમિયાન મવડી ઓવરબ્રિજનું કામ ૧૫ એપ્રિલ આસપાસ પૂર્ણ થઈ જાય તેવી સંભાવના જણાઈ રહી છે. ચુંટણી આચારસંહિતાના કારણે ભપકાદાર લોકાર્પણ કરી શકાય તેમ ન હોય જનતા લોકાર્પણની વિચારણા મહાપાલિકા દ્વારા શ‚ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનાવવામાં આવનાર ૫ બ્રિજ માટે ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી ખાતે નિર્માણાધીન ફલાય ઓવરબ્રિજનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. એકાદ માસમાં બ્રિજનું કામ પૂર્ણ થઈ જાય તેવી સંભાવના જણાઈ રહી છે. હાલ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે કોઈપણ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરી શકાય તેમ ન હોય મવડી બ્રિજનું કામ પૂર્ણ થતાની સાથે જ જનતા લોકાર્પણ એટલે કે એકદમ સાદાઈથી બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવશે.

ચાલુ સાલના બજેટમાં સિવિલ હોસ્પિટલ ચોક, નાનામવા સર્કલ, સોરઠીયાવાડી ચોક, કોઠારીયા સોલવન્ટ સહિતના પાંચ સ્થળોએ બ્રિજ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે જેના નિર્માણ માટે ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.