Abtak Media Google News

ધારાસભ્ય લલીત વસોયા સહિત ૫૦૦ કાર્યકરો હાજર રહ્યા

ગઈકાલે ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. તેમાં કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો વિજય બનતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આનંદ વ્યાપી ગયો હતો. નવા ચુંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે ગઈકાલે ચાર્જ સંભાળી લીધો હતો. 4 46

તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષ માટે કોંગ્રેસ પક્ષના નવા ચુંટાયેલા પ્રમુખ જયાબેન ડાંગર અને ઉપપ્રમુખ નસીમાબેન સુમરાએ આજે પોતાના પદના આજે ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, કોંગ્રેસના આગેવાનો પ્રવિણભાઈ દલસાણીયા, ગીરીશભાઈ આરદેશણા, સરપંચ એસો.પ્રમુખ નારણભાઈ ગઢાળાની હાજરીમાં સંભાળ્યો હતો. નવા વરાયેલા પ્રમુખ જયાબેન ડાંગરે પત્રકારો સમક્ષ જણાવેલ કે આગામી અઢી વર્ષમાં તાલુકાના વિકાસ કામોમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે જરૂર પડશે રાજય સરકાર સામે આંદોલનો કરી પ્રજાના વિકાસના કામો પૂર્ણ કરીશું અને તાલુકાના છેવાડાના માનવીને તાલુકા મથકે ઓછા ધકકા થાય તેવો પારદર્શક વહિવટ કરવાનો કોલ આપેલ હતો.3 50

આ તકે કૃષ્ણકાંત ચોટાઈ, વલ્લભભાઈ, કિશોરભાઈ ગજેરા, બાબુભાઈ ડેર, કમલેશભાઈ વ્યાસ, રજાકભાઈ હિંગોરા, કિશોરભાઈ ચોવટીયા, હાજીભાઈ સિવાણી, બોદુભાઈ શેખ, આરતીબેન માકડિયા, નારણભાઈ સેલાણા, હરસુખભાઈ, જયદેવસિંહ વાળા, અસ્મિતાબેન પાનસેરિયા, ગીતાબેન મુછડીયા, શોભનાબેન વિરડા, કિરણબેન સુવા, શારદાબેન ટીલવા, રમેશભાઈ ભારાઈ, ગીતાબેન ચાવડા, માલદેભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ ચૌહાણ, રસીકભાઈ કેરિયા, રામશીભાઈ વામરોટીયા, વરજાંગભાઈ બારૈયા, નાથાભાઈ વામરોટીયા, હરસુખભાઈ મહિડા, મજબુતભાઈ હુંબલ, જયેન્દ્રસિંહવાળા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિનેશભાઈ મકવાણા, પરબતભાઈ મારૂ, અશોકભાઈ મકવાણા, કાસમભાઈ સુમરા, અંબાભાઈ, જીવાભાઈ ભારાઈ, ઉકાભાઈ લાખોતરા, અરવિંદભાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારના ૫૦૦ થી વધુ કાર્યકરો હાજર રહી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.