Abtak Media Google News

માર્ગ અને મકાન વિભાગે બાંધકામ મંજૂરીમાં ભગો કાર્ય બાદ વધુ એક બેદરકારી છતી

મોરબી જિલ્લા સેવાસદન માં નિર્માણાધિન જિલ્લા પંચાયત કચેરી બિલ્ડિંગમાં પાર્કિંગ ની કોઈ જગ્યાજ છોડવામાં આવી ના હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશ માં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા જિલ્લા સેવા સદન માં હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત કચેરી નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ આધુનિક જિલ્લા પંચાયત ભવન માં આમ તો તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ આ કચેરીમાં પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા જ કરી ન  હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં જિલ્લા સેવા સદન માં કલેક્ટર કચેરી કાર્યાન્વિત થી ચુકી છે અને હવે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા પંચાયત કચેરીનું બાંધકામ ચાલી રહ્યું છે. ઉપરોક્ત ત્રણેય કચેરીઓમાં અરજદારો અને અધિકારીઓની બહોળી સંખ્યા માં અવાર જવર રહેતી હોવાથી હાલ માં કલેક્ટર કચેરી માં જ મુલાકાતીઓ ના વાહનો પાર્ક કરવામાં સમસ્યા નડી રહી છે.

જિલ્લા સ્વાગત,ફરિયાદ સંકલન જેવી મીટીંગો ઉપરાંત જિલ્લા કક્ષાની ઉજવણી ની મીટીંગો તેમજ રજુઆત માટે આવતી રેલીઓ ના કારણે જિલ્લા સેવા સદન માં પાર્કિંગ નો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે નવી જિલ્લા પંચાયત માં તો પાર્કિંગ માટે પાંચ ફુટ પણ જગ્યા છોડવામાં ન આવતા ભવિષ્યમાં મોટી સમસ્યા ઉભી થશે

ઉલ્લેખનીય છેકે કોમર્શિયલ બિલ્ડીંગોના પ્લાન પાસ કરતી વખતે ફરજીયાત પાર્કિંગ મુકવાનો અમલા કરાવતું તંત્ર ખુદ ના પ્રાંગણમાં ઉભા થઇ રહેલા બાંધકામ પ્રત્યે લાપરવાહ છે અને તેથી જ પાર્કિંગ તો ઠીક નવા બિલ્ડિંગના બાંધકામની મંજૂરી ની પણ પરવાહ કરવામાં આવી નથી

આ સંજોગો માં એક વાત તો સ્પષ્ટ છે કે આવનાર દિવસોમાં એક અધિકારી ની લાપરવાહી ને કારણે પ્રજાજનો ને સહન કરવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.