Abtak Media Google News

બ્રહ્માકુમારી શિવાની દીદીના ઓનલાઇન વકતવ્યનું ૨૩ને રવિવારે આયોજન

લાગણીઓને ઓળખવી, સ્વીકારવી અને નિયંત્રિત કરવા અંગે માર્ગદર્શન મળશે

આજે કોરોના મહામારીના સમયમા સમગ્ર સમાજ ભાવનાત્મક દબાણમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે દરેક માણસે પોતાની લાગણીઓને ઓળખી, સ્વીકારી અને નિયંત્રિત કરવાની જરુર છે, જેથી આ નકારાત્મકતા ભર્યા સમયમાં જીવનમાં હકારાત્મકતા જળવાઇ રહે અને આ કપરા સમયમાંથી સમગ્ર માનવજાતને સાંગોપાંગ બહાર કાઢી શકાય. જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ, વાલીઓના પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ તથા વિવિધ વિષયો અને મુદ્દાઓની ચર્ચા અને માર્ગદર્શન માટે દેશભરમાંથી વિષય નિષ્ણાતોને ઓનલાઇન જીનિયસ સંવાદ શ્રેણીમાં વકતવ્ય આપવ માટે આમંત્રિત કરવામાં આવે છે. જેમા આગામી રવિવારને તા. ૨૩ ઓગષ્ટ ૨૦૨૦ રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જાણીતા પ્રતિભાશાળી વકતા બ્રહ્માકુમારી શિવાની દીદીનું કૈસે ભાવનાત્મક સંતુલન બનાયે રખેં’ વિષય ઉપર ઓનલાઇન વકતવ્યનું આયોજન કરવામાં આવેલ છે. આ વકતવ્યનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.

Advertisement

જ્યારે તરુણ અવસની વાત આવે ત્યારે એ ખાસ જાણવું જરૂરી છે કે ભાવનાત્મક રીતે તેઓ ખૂબ સંવેદનશીલ હોય છે. આ તેમનો વિકાસનો તબક્કો હોય છે. આ સમયમાં તેમની પાસે પૂર્ણ પરિપકવતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, એ તો અનુભવ પરથી જ આવે. લાગણીઓની વાત કરીએ તો તરુણો તરંગી હોય છે. વળી, આ સમયમાં તેઓ ભણવાના અને સ્પર્ધાઓના દબાણમાંથી પસાર થતા હોય છે. તેમના શારીરિક અને માનસિક ફેરફારો પણ તેમને પજવતા હોય છે. આવા સમયે તેમની લાગણીઓને રચનાત્મક કાર્યોમાં ઉપયોગમાં લે એ ખુબ જરૂરી છે. જો તેમની પાસે ભાવનાત્મક સુરક્ષા હશે તો ઇમોશન્સ તેમના પર નહીં તેઓ ખુદ ઇમોશન્સ પર કાબુ કરશે. આ વિષયને વિસ્તૃત રીતે સમજવા માટે જાણીતા વકતા બ્રહ્માકુમારી શિવાની દીદીને ઓનલાઈન સંવાદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

બ્રહ્માકુમારી શિવાની દીદીએ પ્રખર વકતા અને વિચારક છે. તેઓ ૨૦૦૭ માં પ્રદર્શીત થતી ટેલીવીઝન શ્રેણી અવેકનીંગ થવી બ્રહ્માકુમારીસ થી ઘર-ઘરમાં ખુબ પ્રચલીત છે. તેમના વકતવ્યોમાં જીવનના મુલ્યો, માનવજાતનું સુચારુ સંચાલન, આંતરીક શક્તિઓ, સંબંધોમાં સંવાદિતા, કર્મના સિધ્ધંતો, સ્વયંનું સશક્તિકરણ, સ્વયં શિસ્ત, બ્રહ્માકુમારી સંસ્થા વિશે, આધ્યાત્મીકતા અને જીવન જીવવાની કળા જેવા અસંખ્ય વિષયો પર માર્ગદર્શક પ્રવચનો તેમણે આપ્યા છે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી  રવિવારને ૨૩ ઓગષ્ટના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. સંસ્થાના ચેરમેન  ડી. વી. મહેતા સર્વે વિદ્યાર્થીઓ, વાલીઓ અને તમામ જનતાને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રીત કરે છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન  ડી. વી. મહેતા અને સીઇઓ  ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ  પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.