Abtak Media Google News

વીરપુરમાં પ્રગટેલો જલારામ બાપાનું સેવાનું સદાવ્રત વિશ્વવ્યાપી બન્યું છે: સ્વામી માધવપ્રિયદાસજી

લંડન યુકે તા. 4 હિંદુ ધર્માચાર્ય સભાના ટ્રસ્ટી તથા જૠટઙ ગુરુકુલ – અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી લંડન પધાર્યા છે.વિશ્વમાં ધાર્મિક સમન્વયતાનો સંદેશ પ્રસરાવનારા સ્વામી લંડન ખાતે શ્રીજલારામ મંદિરનાતૃતીય પાટોત્સવ પ્રસંગે જલારામ મંદિરે પધાર્યાહતા. સ્વામીની ઉપસ્થિતિથી ભક્તજનોમાં સવિશેષઉત્સાહ અને ભક્તિમય મહોલ સર્જાયો હતો.મંદિરમાં બિરાજમાન દેવોના વૈદિક પૂજન બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગેગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર  સાંઈરામદવેએ જલારામબાપાની સેવાનુંસ્મરણ કરતા ભજનો ગાયા હતા.

આ મંગલ પ્રસંગે ભક્તજનોને પ્રેરણા આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, વીરપુરમાંપ્રગટેલ જલારામ બાપાનું સેવાનું સદાવ્રત વિશ્વવ્યાપી બન્યું છે. આપ સૌ ભક્તજનો જલારામબાપાનામાર્ગે ચાલીને અહીં વિદેશમાં સેંકડો હોમલેસ અને જરૂરીયાતમંદ લોકોને નિયમિત રીતે ભોજન સામગ્રીપુરી પાડો છો. આપનું આ સેવાકાર્ય સર્વ કોઈ માટે પ્રેરણારૂપ અને હિંદુ ધર્મનું ગૌરવ વધારનારું છે.

ભારતની વર્તમાન પરિસ્થિતીનો ચિતાર આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં વર્ષોસુધી હિંદુધર્મનો સિંહ સુતો હતો. આજે એ સુતેલો સિંહ જાગી રહ્યો છે. ભારતમાંનવો સૂર્યોદય થઈરહ્યો છે. કેદારનાથ, કાશી વિશ્વનાથ, અયોધ્યા, સોમનાથ, અંબાજી, પાવાગઢ જેવા તીર્થો નવા કલેવરધરી રહ્યા છે. સમસ્ત વિશ્વ, હિંદુ ધર્મના જીવનમૂલ્યોની પ્રશંસા કરી રહ્યું છે.’

આ પ્રસંગે મંદિરના પ્રેસીડેન્ટ શ્રી રશ્મીભાઈ ચત્વારીએ સ્વામીનું સવિશેષ સન્માન કર્યું હતું.મંદિરના ઉપપ્રમુખ રજનીભાઈ ડાવરા, સેક્રેટરી પ્રકાશભાઈ ગંડેચા, ટ્રસ્ટી પ્રફુલભાઈ રાઢીયા, કિશોરભાઈ ગેલાણી, સદાવ્રતની મુખ્ય જવાબદારીના વાહક  મનસુખભાઈ મોરઝરીયા વગેરે આગેવાનોએ સ્વામીના વરદ્ હસ્તે આશીર્વાદ સ્વીકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.