Abtak Media Google News

દરેક વ્યક્તિ Appleખાવાની સલાહ આપે છે. દરેક જાણે છે કે Appleસ્વાસ્થ્ય માટે કેટલુ ફાયદા કારક છે. હમેંશા એવુ સાંભળ્યુ છે કે દરરોજ એક સફરજન ખાવાથી ક્યારેય બીમાર નથી પડતા પરંતુ શું તમે જાણો છો કે ગુણકારી સફરજનની અંદર કેટલાક એવા તત્વો રહેલા છે. જે તમારો જીવ પણ લઇ શકે છે.

Advertisement

સફરજન સ્વાસ્થ્ય માટે જેટલુ ગુણકારી છે. તેના બીજ તેટલા જ ખતરનાક હોય છે. આ બીજ સ્વાસ્થ્યને બગાડી શકે છે. આથી ક્યારેય સફરજનના બીજનું સેવન ન કરવુ જોઇએ. રીસર્ચ દ્વારા જાણવા મળ્યુ છે કે સફરજનના બીજમાં સાઇ નાઇડથી પણ ઘાતક ઝેર મળ્યું છે. જે તમને બીમાર કરવા માટે પૂરતુ છે. આથી સફરજનનું સેવન કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે આ ખતરનાક તત્વ તમારા શરીરમાં ન જાય.

રીસર્ચ મુજબ સફરજનની અંદર રહેલા બીજમાં ‘એમીગડોલીન’ નામનું એક તત્વ મળી આવે છે. સફરજનનું બીજ એક વાર શરીરમાં ગયા બાદ સાઇનાઇડ નામનું ઝેર બની જાય છે. જે આપના શરીર માટે ઘાતકરુપ છે. સાઇડનાઇડ્ માત્ર બીમાર જ નહીં પરંતુ જો તેની માત્રા વધી જાય તો તે તમારો જીવ પણ લઇ શકે છે.

આથી જ્યારે પણ તમે સફરજન ખાઓ તો તેની અંદર રહેલા સાઇનાઇઝ બનાવનાર બીજ કાઢી લો. જો તમે કોઇ બેદરકારી કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે મોંઘુ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.