Abtak Media Google News

સાગર સંઘાણી

Advertisement

ક્ષય રોગ એ માઈકો બેક્ટેરિયા ટ્યૂબરક્યુલોસીસ નામના બેક્ટેરિયાને કારણે ફેલાતો ચેપી રોગ છે. ક્ષય રોગને ટીબી રોગના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2025 સુધીમાં ભારતમાં પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન પણ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત ગર્વ લઈ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. વારાણસી ખાતે યોજાયેલ વન વર્લ્ડ ટીબી સમિટમાં જામનગર જિલ્લાનો સિલ્વર મેડલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વિશ્વ ક્ષય દિન નિમિતે વારાણસી ખાતે વન વર્લ્ડ ટીબી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જીલ્લામાં વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૨ દરમ્યાન ટીબીના નવા કેસોમાં ૪૦ ટકા જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેને અનુલક્ષીને જામનગર જીલ્લાને નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતા સિલ્વર મેડલ આપવામાં આવ્યું છે.

જામનગર જીલ્લાના ૨૦ ગામોમાં તા.૨૬/૧૨/૨૦૨૨ થી ૨૬/૦૧/૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન કોર્પોરેશન વિસ્તારમાં સબ નેશનલ સર્ટિફીકેટ અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલ જેમાં ૧૦૦૩૩ ઘર, ૩૮૪૨૩ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને ૫૭૮ સ્પુટમ સેમ્પલ કલેક્શન કરવામાં આવેલ. જેને અતિ આધુનિક જીન એક્ષપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે હકીકતને અનુલક્ષીને સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા ધારા ધોરણને પૂર્તતા કરતા હોય અને આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જીલ્લા કક્ષાના અધિકારી અને WHO ના કન્સલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. આ તમામ કામગીરી જામનગર જીલ્લાના કલેકટર ડૉ. સૌરભ પારઘી અને જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

જામનગર જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લાના પ્રોગ્રામ ઓફીસર, તમામ તાલુકા આરોગ્ય અધિકારી,મેડીકલ ઓફીસર, કોમ્યુનીટી હેલ્થ ઓફીસર, સુપરવાઈઝર, જીલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ, તાલુકા કક્ષાના ટીબી સુપરવાઇઝર, ટીબી હેલ્થ વીઝીટર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશા બહેનો વગેરેના અથાગ પરિશ્રમના ફળ સ્વરૂપે જામનગર જિલ્લાને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, તમામ અધિકારી ઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.