Abtak Media Google News

વન નેશન વન ટેક્સ… તરફ વધુ એક ડગલું!!!

આપણા દેશમાં અલગ અલગ સંસ્કૃતિ સામાજિક સ્થિતિ ધરાવતા અનેક રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. આવા અનેકતા માં એકતા ધરાવતા ભારત દેશના વિવિધ ભાગોમાં વેંચાતી ચીજવસ્તુઓના ભાવોમાં સમાનતા લાવવા મોદી સરકારે જુલાઇ ૨૦૧૭ માં જીએસટીનો અમલ શરુ કર્યો હતો. જીએસટીના ટેકસ માળખામાં વિવિધ ચીજવસ્તુઓના ત્રણ સ્લેબ રાખવામાં આવ્યા હતા.જેમાંથી સૌથી ઉંચો ર૮ ટકાના સ્લેબમાં રહેલી લકઝરી ચીજવસ્તુઓ માંથી ૯૯ ટકા ચીજવસ્તુઓને હટાવી દઇને ‘વન નેશન વન ટેકસ’ તરફ મોદી સરકારે મહત્વનાં પગલા ભર્યા છે.

મોદી સરકાર દ્વારા ગઇકાલે વધુ એક વખત જીએસટીના વિવિધ સ્ટેજોમાં રહેલી રપ થી ૩૦ જેટલી ચીજવસ્તુઓના ટેકસમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. જેમાં એરકંડીશનમાં ડીશ વોશર, ડીઝટલ કેમેરા, જેવી અનેક વર્તમાન સમયની જરુરીયાતની ચીજવસ્તુઓના જીએસટી ટેકસના ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારે અત્યાર સુધીમાં લકઝરી આઇટમના ર૮ ટકાના સ્લેબમાં રહેલી ૯૯ ટકા આઇટમોના ટેકસમાં ફેરફાર કરીને ૧૮ ટકાના સ્લેબમાં મુકી દીધી છે. જેની હાલમાં ર૮ ટકાના સૌથી ઉંચા સ્લેબમાં માત્ર એક ટકાજેટલી એટલે કે ૩પ જેટલી આઇટમો રહેવા પામી છે.

મોદી સરકારે વારંવાર કહ્યુંછે કે તે વિવિધ આઇટમોના કલેકટશનમાં સુધારો લાવવા અને વેંચાણ વધે તે માટે જીએસટી રેટ ઘટાડો કરવા પર ઘ્યાન  આપી રહીછે. ગઇકાલે મુંબઇમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે જીએસટી સિસ્ટમ મોટા પ્રમાણમાં સ્થાપિત થઇ ચુકીછે. અને અમે એવી સ્થિતિ પર કામ કરી રહ્યા છીએ કે જયાં ૯૯ ટકાવસ્તુઓ ઉપર ૧૮ ટકાના સ્લેબમાં આવી જાય,

આગામી શનિવારે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં કૃષિ સંબંધીત ઉત્૫ાદનો જેવા કે સિંચાઇ માટેના સ્પ્રિકલર્સ અન્ય આઇટમો કે જે ૧૮ ટકાનો ટેકસના સ્ટેજમાં જેમાં ફેરફાર થવાની સંભાવના છે. જીએસટીના ટોચના ર૮ ટકાના સ્લેબમાં ઓટોમોબાઇલ્સ સોફટ ડ્રીકસ, સિગારેટ, પાનમસાલા, તમાકુ ઉત્પાંદનો,પાર્ટસ, એરક્રાફટ રિવોલ્વર અને પિસ્તોલ સહીતની આઇટમો રહેલી છે.

જેમાંથી કેટલાક ધરેલું ઉપકરણો,સિમેન્ટ, ટાયર અને ઓટો પાર્ટસ પર સરખુ વળતર આપવાના વિકલ્પ સાથે સરકાર દ્વારા ટેકસનું માળખું ઓછો કરવામાં વિચારણા ચાલી રહી છે.

આ આઇટમો પર કરનું ભારણ ઘટાડવાની અસર ગ્રાહકો પરનો બોજ કેન્દ્ર સરકારની નાણાંકીય સ્થિતિને ખાસ અસર કર્યા વગર ઘટે તેમાટે સરકાર વિચારીને આ મુદ્દે કામ કરી છે. સિમેન્ટ પર રહેલા જીએસટીદરમાં ઘટાડો કરવામાં આવે તો કેન્દ્ર સરકારને વાર્ષિક ર૦ થી રપ હજાર ખર્ચનું નુકશાન  થાય તેમ છે.

જે ઘર બનાવવા માટેના એક ભાગરુપ જ છે જેનો લાભ મેળવવા માટે કાર્ટેલ બનાવતા કેટલાક ઉત્પાદકોનું જોખમ ઉભુ થાય તેમ છે.

૧૭ મહીના  પહેલા અમલમાં આવેલા જીએસટીના ટેકસ માળખામાં અત્યાર સુધી મોદી સરકારે ૩ર૦ આઇટમો પરના ટેકસ ઘટાડયા છે.  તેમાના ૧૯૧ ને ર૮ ટકાના સ્લેબમાંથીદુર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે કેન્દ્ર અને રાજય સરકારોને૯૦ હજાર  કરોડ રૂ ની થનારી આવક જતી કરવી પડી હતી. પરંતુ જીએસટીની રજુઆત અને તેના પછીના ઘટાડાથીગ્રાહકો પર લોકો ઓછો થયો છે. વોશીંગ મશીનને ૧૮ ટકાના જીએસટીના સ્લેબમાં રાખવામાં આવી હતી. તે પહેલા તેના પર ૩૧ ટકા ટેકસ વસુલાતો હતો જે હવે ઓછો થઇ ગયો છે. તેવી જ રીતે મોબાઇલ ફોનો પર અગાઉના૧૮ થી રપ ટકાનો ટેકસ હવે જીએસટી આવ્યા બાદ ૧૮ ટકા થઇ ગયો છે.

વડાપ્રધાન મોદીએ જીએસટી આવ્યાબાદ રજસ્ટર્ડ વેચાણકારોની સંખ્યા ૬૫ લાખથી વધીને ૧.૨ કરોડ થઇજવા સાથે ટેકસ બેઇઝમાં નોંધપાત્ર વધારો થયો છે. અમે જીએસટીના ટેકસ માળખાને શકય તેટલો સરળ બનાવવા માંગીએ છીએ જેમ જણાવી જે ઉમેર્યુ હતું કે વળતર ફાઇલકરવા જેવા અમલીકરણના મુદ્દા વિશેની ફરીયાદોનું નિરાકરણ લાવવા અમે પ્રયત્નશીલ છીએ.અગાઉના દિવસોમાં જીએસટી ને સંબંધીત રાજયોમાં વપરાયેલી હાલની વેટ અથવા એકસાઇઝ ટેકસ માળખાને અનુસાર બનાવવામાં આવી છે. જેથી મોદી સરકાર‘વન નેશન વન ટેકસ’તરફ આગળ વધી રહ્યાનું સ્પષ્ટ થઇરહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.