Abtak Media Google News

દરેક પરિવારની  કંઇક ખાસીયત હોય છે જેમ કે ઘણા પરિવારમાં દરેક લોકો શિક્ષણથી જોડાયેલા હોય તો અમુક ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેમ કે અમિતાભ બચ્ચન પરંતુ તમે જ્યારે એવું પરિવાર જોયું છે જે યુ ટ્યુબ ફેમિલી હોય, ભારતના નોઇડાના પરિવારના ૮ સભ્યો પોતાન યુ-ટ્યુબ ચેનલ ધરાવે છે. અને સાથે જબરી કમાણી પણ કરે છે. અને લોકોની લોકપ્રિયતા મેળવી મનોરંજન પણ કરે છે. પરિવારમાં ૩૧ વર્ષની શ્રતિ તેના પતિ અર્જુન સાહુ, તેમના ભાભી નિશા ટોપવાલ, નિશાની ટેળી અનત્યા આનંદ, નિશાની પિતરાઇ બહેન પ્રિયા માલ, ભાઇ પંકન ટોપવાલ, વિક્રમસિંહ અને વિશાલ પણ યુ-ટ્યુબ ચેનલ ધરાવે છે.

શ્રુતિની વાત કહુ તો તે તો જાણે યુ-ટ્યુબ સ્ટાર બની ચુકી છે. મહિલાઓની કપડા, મેકઅપ અથવા કોઇ ટિપ્સ જોઇતી હોયને તો લોકો શ્રુતિને તો જોવે જ. હાલ શ્રુતિની ચેનલના ૭.૮ લાખ સબસ્ક્રાઇબર છે અને ૧૩ કરોડ જેટલા લોકો તેનો વિડિયો જુવે છે. તો લેકમે, એલએ ગર્લ જેવી બ્રાંન્ડમાંથી પણ શ્રુતિને ઓફર આવે છે. સામાન્ય વર્ગની શ્રુતિ આજે ડુ ઇટ યો સેલ્ફ વિડિયો બનાવી લાખો કમાય છે. તેની આ કામગીરી જોઇ તેના પતિએ પણ નોકરી છોડી વિડિયો બનાવવાનું શરુ કર્યુ પછી તો જાણે લાઇનો થઇ ગઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.