Abtak Media Google News

પાંચ દિવસીય પરમ આનંદ ઉત્સવ, 999 ભાવિકોની આયંબિલ આરાધના, 250થી વધુ ભાવિકોની દશમું વ્રત આરાધના અને અનેક પ્રેરણાત્મક કાર્યક્રમો સાથે દીપી ઉઠ્યો

32 વર્ષ પહેલાં પરમના પંથે પગલીઓ ભરતાં ભરતાં સ્વયં પરમ તત્ત્વનું સ્વરૂપ બની રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની 32ક્ષમ દીક્ષા જયંતિ નિમિત્તે ઘાટકોપરના પારસધામ ખાતે પાંચ દિવસીય ’પરમ આનંદ ઉત્સવ’નું આયોજન અનેક ભાવિકોના હૃદયમાં ભક્તિ ભાવના, સમર્પણ ભાવના અને ત્યાગ ભાવનાનો આનંદ આનંદ પ્રસરાવી ગયું હતું.

Advertisement

પારસધામ ઘાટકોપરના આંગણે પરમ ગુરુદેવના સાંનિધ્ય સાથે વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ, ડો. પૂજ્ય શ્રી ડોલરભાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી સુનીતાબાઇ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી ઊર્મિબાઈ મહાસતીજી – પૂજ્ય શ્રી ઉર્મિલાબાઈ મહાસતીજી આદિ અનેક સાધ્વીવૃંદની ઉપસ્થિતિમાં પાંચ-પાંચ દિવસ સુધી ઉજવાયેલાં આ પરમ આનંદ ઉત્સવમાં શ્રી ઘાટકોપર સહિત મુંબઈભરના અનેક જૈન સંઘ પદાધિકારીઓ, શ્રેષ્ઠિવર્યો, મહાનુભાવો સાથે બહોળી સંખ્યામાં દેશ-પરદેશના હજારો ભાવિકો પ્રત્યક્ષ તેમજ લાઇવના માધ્યમે જોડાઈને આત્મહિતની પાવન પ્રેરણા પામીને ધન્ય ધન્ય બનેલ.

પરમ આનંદ ઉત્સવના પ્રથમ દિવસે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 25વિંમી પુણ્યસ્મૃતિના ઉપલક્ષે સમસ્ત ઘાટકોપરના 999થી વધુ ભાવિકોએ આયંબિલ તપ આરાધનાની અર્પણતા કરીને અનન્ય ગુરુ ભક્તિના દર્શન કરાવ્યાં હતાં. આ અવસરે બાળકો માટે વિશેષ પ્રકારના આયંબિલ આહાર સાથેની “કિડ્સ આયંબિલ આરાધના”નું આયોજન પારસધામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અનેક બાળકો ઉત્સાહપૂર્વક જોડાઈ ગયાં હતાં.

Screenshot 13 8

વિશેષમાં આજની ફાસ્ટ ફુડ પ્રેમી યુવાપેઢીને આયંબિલ આહાર પ્રત્યે પ્રેરિત કરવા માટે પરમ મહાસતીજી દ્વારા પ્રેરિત “પરમ સાત્વિક-ધ નોન મસાલા હાઉસ” નો ફૂડ ટ્રક ઘાટકોપરના અનેક ક્ષેત્રોમાં લઈ જઈ અઢજૠના યુવાનો દ્વારા અનેક યંગસ્ટર્સને આયંબિલ તપની પ્રેરણા કરવામાં આવી હતી. એ સાથે જ, તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવના જીવન આધારિત હૃદયસ્પર્શી નાટિકા – “મહાપુરુષ” સહુને ગુરુ તત્ત્વની જીવંતતાનો અહેસાસ કરાવી ગઈ હતી.ઉત્સવના દ્વિતીય દિવસે પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનારા 40 સંત-સતીજીઓની દીક્ષા જયંતિનો અવસર ભક્તિભાવે ઉજવાયો હતો. પૂજ્ય શ્રી પરમ મહાસતીજીઓના શ્રીમુખેથી ગુરુ ભગવંત અને સંયમધર્મ પ્રત્યે કરવામાં આવેલી ઉપકાર અભિવ્યક્તિ સાથે પૂજ્ય સંત-સતીજીઓના માતા-પિતાએ અનેક પ્રકારના ત્યાગના સંકલ્પ કરીને પ્રતિજ્ઞાબદ્ધ થતાં, આ અવસર સૌને ત્યાગ ધર્મની પ્રેરણા આપી ગયો હતો.

ઉત્સવના તૃતીય દિવસે પરમ ગુરુદેવની દીક્ષા જયંતિ નિમિત્તે 250થી વધુ ભાવિકોએ દસમા વ્રતની આરાધના સાથે, દેશ-વિદેશના સેંકડો ભાવિકોએ વસ્ત્રના પરિગ્રહ ત્યાગ સાથે પરમ ગુરુદેવના સંયમ જીવનની અહોભાવથી અનુમોદના કરી હતી.  ઉત્સવના અંતિમ દિવસે ઘાટકોપર સ્થિત ઝવેરબેન ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં પરમ ગુરુદેવના 32 વર્ષના સંયમને અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બર્સ દ્વારા અનંત આત્માઓને તારનારા પ્રભુના 32 આગમ સાથે સરખાવીને વધાવવામાં આવતાં જયકાર ગૂંજી ઉઠ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.