Abtak Media Google News

કાલે રાજકોટ જિલ્લાનાં ૩૪૦૦ યુવાનોની લેવાશે લશ્કરી પરીક્ષા

ઉમેદવારોની ઉંચાઈ, વજન અને શારીરીક ક્ષમતા ચકાસાઈ દાકતરી પરીક્ષા સાથે લેખીત પરીક્ષા પણ લેવામાં આવી

સૌરાષ્ટ્રના યુવાનોને દેશની સેવાની તક સાથોસાથ રોજગાર પ્રાપ્ત થઈ શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે આજે મધરાત્રીથી જ જામનગર અને મોરબીનાં યુવાનો લશ્કરી ભરતી મેળામાંભાગ લેવા ઉમટી પડયા હતા.

Vlcsnap 2018 04 26 08H26M13S249
છેલ્લા ચાર પાંચ દિવસથી સૌ. યુનિ.ના કેમ્પસ ખાતે ભરતીની કામગીરી માટે તૈયારીઓનો ધમધમાટ ચાલુ થઈ ગયો હતો. આજે ભરતી મેળાલના પ્રથમ દિવસે જામનગર મોરબીનાં૨૧૦૦ જેટલા યુવાનોનો લશ્કરમાં જોડાવા થનગનાટ જોવા મળ્યો હતો.

સેનાના ઉચ્ચ અધિકારી કર્નલ અભિષેક શ્રીવાસ્તવના નેજા હેઠળ ૧૦ દિવસમાં ૩૩૦૦૦ યુવાનોના ઈન્ટરવ્યુ અને ફીજીકલ વેરીફીકેશનની કામગીરી કરવામાં આવશે. જેમાં આજે મોરબી અને જામનગર જીલ્લાનાં ૨૧૦૦ ઉમેદવારોનો ઉંચાઈ, વજન, શારીરીક ક્ષમતા તેમજ દાકતરી પરીક્ષા લેવામાં આવી હતી.

Vlcsnap 2018 04 26 08H25M55S67

આર્મી ભરતી મેળામાં પરીક્ષા દેવા આવેલા ભાડકા અશ્ર્વીને ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુકે હું ઘનશ્યામપૂર ગામેથી અહી લશ્કરી ભરતી મેળામાં ભાગ લેવા આવ્યો છું આજે જુદી જુદી પ્રકારની પરીક્ષા અહી લેવામાં આવી જેમાં દોડ, મેડીકલ ટેસ્ટ અને ત્યારબાદ ઉંચાઈ અને વજનનું પરીક્ષણ કરવામાં આવ્યુંહતુ. મને નાનપણથી જ ભારતીય આર્મીમાં જોડાવવાનો શોખ છે. દેશના હીત માટે આર્મીમાં જોડાવા ઈચ્છુ છું.

Vlcsnap 2018 04 26 08H26M39S226

સત્યપાલસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે હું જામનગરથી લશ્કરી ભરતી મેળામાં ભાગ લેવા માટે આવ્યો છું સૌ પ્રથમ આજે ૧૬૦૦ મીટર દોડ ૫.૪૫ મીનીટમાં પૂરૂ કર્યા બાદ વજન ત્યારબાદ ચેસ્ટ અને ઉંચાઈ માપવામાં આવી હતી. ત્યારબાદ મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યું અને હવે લેખીત પરીક્ષા લેવામાં આવશે.નાનપણથી જ મા‚ સપનું રહ્યુ છેકે હું દેશ માટે કઈક કરી બતાવીશ માટે જ હું આર્મીમાં જોડાવા માંગુ છું.જનરલ ડયુટી ભરતી માટે મે આજે પરીક્ષા આપી છે.

મીનીવરીયા જુનેદે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, હું જામનગરથી અહી ભરતી મેળામાં ભાગ લેવા માટે આવ્યો છું નાનપણથી જ મને આર્મીમાં જોડાવાનો શોખ હતો. અગાઉ મે બે વર્ષ પહેલા પણ પરીક્ષા આપી હતી. પરંતુ ત્યારે નાપાસ થયો હતો. આજે ફરીથી હું ભરતી મેળામાં આવ્યો છું અને આશા છે કે હુંપાસ થઈશ અને આગળ જો આર્મીમાં જવાનો મોકો મળે તો દેશ સેવા કરીશ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.