Abtak Media Google News

જમીન સુધી સુનામીના મોજા પહોંચતા કેટલો સમય લાગશે તે સહિતની સચોટ વિગતો આપશે નવી પધ્ધતિ.

છેલ્લા ચાર દિવસમાં કુદરતી આફતે દેશના ૧૨ી વધુ રાજયોમાં તારાજી સર્જી છે. અનેક લોકોના તોફાનમાં મૃત્યુ યા છે. જયારે ભારતીય હવામાન ખાતુ કુદરતી આફતોની વધુ સચોટ આગાહી કરી શકે તે માટે અત્યાધુનિક પધ્ધતિ વિકસાવવામાં આવી છે.

દરિયાઈ ગતિવિધિ ઉપર નજર રાખતા ઈન્ડિયન નેશનલ સેન્ટર દ્વારા હવે દરિયામાં પાણી જમીની કેટલી સપાટી દૂર છે અને કુદરતી આફત કેટલા સમયમાં જમીન પર પહોંચશે તેની વિગતો મેળવવા પધ્ધતિ વિકસાવવામાં આવી છે.

વર્ષ ૨૦૦૪માં સુનામીના કારણે લાખો લોકો બેઘર ઈ ગયા હતાં. હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ સુનામી બાદ તાત્કાલીક ધોરણે સુનામી સહિતની કુદતી આફતો માટે આગોતરી જાણ કરતી પધ્ધતિ વિકસાવવાની તાતી જરૂરીયાત ઉભી ઈ હતી. જો કે હવે નવી પધ્ધતિના વિકાસી કેટલા સમયમાં પાણી ધરતી ઉપર પહોંચી જશે તે સહિતની વિગતો મળી જશે.

અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૪માં ૨૬ ડિસેમ્બરના રોજ ૯.૧ના ભયાનક ભૂકંપના કારણે હિંદ મહાસાગરમાં ઈન્ડોનેશીયાને સુનામીએ તહેશ-નહેશ કર્યું હતું. આ સુનામીના કારણે એશિયામાં ૨ લાખી વધુ લોકો મોતને ભેટયા હતા. સુનામીમાં ૩૦ મીટર ઉંચા મોજાએ તબાહી મચાવી હતી. આ દુર્ઘટના બાદ ભારતે લોકેશન આધારીત સુનામીની ચેતવણી આપવાનું શરૂ કર્યું હતું.

જેને હવે વધુ સચોટ બનાવવામાં આવ્યું છે.આ મામલે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસેન ઈન્ફોર્મેશન સર્વિસના ડિરેકટર સીનોઈ દ્વારા જણાવાયું છે કે, જમીન સુધી સુનામીના મોજા કેટલા સમયમાં પહોંચશે તેનો અંદાજ લગાવવાની પધ્ધતિ વિકસાવવામાં આવી હતી. જેને હવે વધુ સચોટ બનાવાઈ છે. ટેપોગ્રાફીના માધ્યમી અભ્યાસ ઈ રહ્યાં છે. ૩ મીટર સુધીના મોજા ઉંચી સપાટીએ અસર કરતા ની પરંતુ આ મોજા કાંઠાની નીચી સપાટીમાં તબાહી મચાવે છે.

૨૦૦૪ બાદ ભારતીય હવામાન વિભાગ એશિયાના ઘણા દેશોમાં સુનામીની આગાહી આપે છે. સુનામીનો ખતરો ધરાવતા દેશોને ભારતની આગાહીી ઘણી મદદ મળી રહે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.