Abtak Media Google News

કોરોના કાકિડાંની જેમ કલર બદલી રહ્યો છે…?

‘બેખોફ’ થઈ તહેવારોની કરેલી મજા હવે સજા બનશે?; સૌથી વધુ અમદાવાદમાં 14 કેસ નોંધાયા, ઈસનપુર વિસ્તારના 20 ઘરનો દેવ કંસલ ફલેટ ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર

રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી સતત વધી રહેલા કેસ ચિંતાનું કારણ: વોર્ડ નં.9ના હરિનગરમાં એક જ પરિવારના ત્રણ લોકો પોઝિટિવ

દોઢેક વર્ષ કરતાં પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં કોરોનાનો આંતક સમી રહ્યો નથી. કાકીડાની જેમ ’કલર’ બદલતા કોરોનાનું દિનપ્રતિદિન નવું જોખમ વધી રહ્યું છે. નવા વેરિએન્ટ, મ્યૂટન્ટ સામે આવતા રસીની અસરકારકતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે. જો કે વચ્ચમાં કોરોનાનું ઘમાસાણ શાંત થતા દિવાળીના તહેવારોની લોકોએ હર્ષભેર, ’છૂટ’થી ઉજવણી કરી. પરંતુ દિવાળી તો ગઈ, પણ હવે દિવાળી પછી કોરોના બોમ્બ ફૂટે તેવી દહેશત છે.

કારણ કે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 40 નવા કેસ નોંધાયા છે. જે લાંબા સમય બાદનો સૌથી વધુ આંકડો છે. દિવાળી ગઈ, કોરોના બોમ્બ ફૂટ્યો જેવી હાલત થઈ છે. સંભવિત ત્રીજી લહેરનો તોળાતો ખતરો વધુ જોખમી બન્યો છે. કોરોના ભૂલી તહેવારોની ઉજવણી, બજારોમાં ભીડ, ઘણાં બેવકૂફ, બેખૌફ લોકો ફરી કોરોના આમંત્રણનું નિમિત્ત બન્યા છે.

દિવાળી અને નુતનવર્ષની ’છૂટ’થી ઉજવણી કરી લીધેલી મજા હવે સજા બનશે..?? સૌથી વધુ 14 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. સ્થિતિ વધુ બેકાબુ ન બને તે માટે અમદાવાદના ઈસનપુર વિસ્તારના દેવ કંસલ ફ્લેટ-1ના 20 ઘરને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. રંગીલા રાજકોટમાં પણ કોરોનાએ ફંફાળો મારતા છેલ્લા ચાર દિવસથી સતત કેસ વધી રહ્યા છે. રાજકોટમાં ચાર દિવસમાં 11 નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં વોર્ડ નંબર- 9માં એક જ પરિવારના ત્રણ આધેડ વ્યક્તિઓને કોરોનાએ ઝપેટમાં લેતા તંત્રની ચિંતા વધી છે. આ ત્રણેય વ્યક્તિઓએ કોરોના રસીના બે ડોઝ લીધા હોવા છતાં કોરોનાની ઝપેટમાં રસીની અસરકારકતા પર પ્રશ્ન ઉભા થયા છે.

આ ઉપરાંત સુરત શહેરમાં 4, વડોદરા શહેરમાં 6, સુરત જિલ્લામાં 3, જુનાગઢમાં 2, વલસાડમાં 2, અમરેલીમાં 1, ગીર સોમનાથમાં 1, ખેડામાં 1, મોરબીમાં 1, નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ સામે આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓ સાજા થયા છે. આ સાથે સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો છે. છેલ્લા24 કલાકમાં સામે આવેલા નવા 40 કેસ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 234એ પહોંચી ગયા છે. આમાંથી સાત દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે જયારે અન્ય 227 દર્દીઓની હાલત સ્થિર જણાઈ રહી છે.

પહેલો કે બીજો નહીં… ભારતમાં ટૂંક સમયમાં ત્રીજા ડોઝ રૂપે ‘બુસ્ટર’ અપાય તેવી શકયતા

અન્ય દેશ કરતા ભારતની સ્થિતિ અનેકગણી સારી, ગભરાવવાની નહીં,  સાવચેતીની ખૂબ જરૂર: ડો.એન.કે.અરોરા

કાકીડાની જેમ કલર બદલતા કોરોના સામે કાયમી રક્ષણ મેળવવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો, ડોક્ટરો તેમજ વૈશ્વિક સંગઠનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કેટલાક દેશોમાં રસીનો પહેલો, બીજો, કે ત્રીજો ડોઝ નહીં….પરંતુ બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભારતીયોને પણ કોરોના સામે કાયમી રક્ષણ આપવા ભારતમાં પણ આગામી ટૂંક સમયમાં બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થાય તેવી શક્યતા છે.

દેશની કોવિડ ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્ય અને INSACOGના સહ અધ્યક્ષ એન.કે. અરોરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ભારત ટૂંક સમયમાં કોવિડ -19 રસીના બૂસ્ટર ડોઝ (ત્રીજા ડોઝ)ને સંચાલિત કરવા અંગે એક નીતિ દસ્તાવેજ બહાર પાડશે. જઅછજ-ઈજ્ઞટ-2માં જિનોમિક ભિન્નતાઓ  એટલે કે કોરોનાનાં વિભિન્ન કલર પર દેખરેખ રાખવા માટે 28-લેબ ક્ધસોર્ટિયમની સ્થાપના

કરવામાં આવી હતી, જેણે લોકોને હાલમાં બૂસ્ટર ડોઝ ન લેવા વિનંતી કરી હતી કારણ કે તેમના મતે ભારતમાં હજુ આ માટે યોગ્ય સમય નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે છેલ્લા ત્રણ અઠવાડિયાથી પોલિસી દસ્તાવેજ પર કામ કરી રહ્યા છીએ. ભારતમાં બુસ્ટર ડોઝની શરૂઆત ક્યારે થશે..?? સૌપ્રથમ કોને આપવામાં આવશે..?? આ તમામ મુદ્દાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

તેમણે કહ્યું કે દેશના ઘણા સ્થળો પર ખાસ કરીને તમિલનાડુમાં એવા અહેવાલ સામે આવ્યા હતા કે અહીં કોવિન રસીના બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. એ પણ કોઈ પ્રમાણપત્ર વગર… આથી લોકોએ તે લેવી ન જોઈએ. અને કોરોના થાય તો પણ ગભરાઈને નહીં સાવચેતીથી પગલાં લેવા જોઈએ. આવી રસી આપનારા સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અને લોકોએ સચેત રહી આનાથી દૂર રહેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.