Abtak Media Google News

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની બેઠકોના ઉમેદવારોના નામ ફાઇનલ થવાની શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે નીમાયેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠક ત્રણથી પાંચ નવેમ્બરે અમદાવાદમાં યોજાશે. ગુજરાતમાં પાસના આગેવાનો સાથેની બેઠક બાદ મળી રહેલી આ સૌ પ્રથમ બેઠક અનેક રીતે મહત્વની બની રહેશે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અનેક બેઠકોના ઉમેદવારોના નામ પર પસંદગી થવાની શક્યતા છે.

કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની અમદાવાદ અને દિલ્હીમાં યોજાયેલી તબક્કાવાર બેઠકમાં અત્યારસુધીમાં ૧૦૦થી વધુ બેઠકોમાં સીંગલ નામની પસંદગી થઈ ચૂકી છે. ત્યારે હવે આગામી બેઠકમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર સહિતના મહાનગરોની શહેરી વિસ્તારની બેઠકોના ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.