Abtak Media Google News

ર૦ લાખથી વધુ મંજુર કરાયા: ધારાસભ્ય લલીત વસોયાની રજુઆતને સફળતા મળી

ઉપલેટા તાલુકાના ચિખલીયા ગામે ૩પ જેટલા ખેડુતો એ સ્થાનીક એસબીઆઇમાંથી ધિરાણ લેતી વખતે વિમા પ્રિમીયમ ભરેલ હોવા છતાં વર્ષ ૨૦૧૬-૧૭ ના પાક વિમો મંજુર નહ થતા અનેક રજુઆતો બાદ ધારાસભ્ય પાસે ખેડુતોએ રજુઆત કરતા લડાયક ધારાસભ્યએ વિમા કંપનીના અધિકારીઓ સામે લાલ આંખ કરતા આખરે ચીખલીયા ગામના ૩પ જેટલા ખેડુતોને ર૦ લાખ રૂપિયા જેટલું વિમા વળતર થયેલ છે.

Advertisement

વર્ષ ૨૦૧૬-૧૭ ના પાક વિમો ચીખલીયા ગામના ખેડુતોએ એસબીઆઇ બેંકમાંથી ધિરાણ લેતી વખતે પાક વિમા પ્રિમીયમ ભરેલ પણ બેંક અને વિમા કંપનીની લાપરવાહીને કારણે ચીખલીયા ગામના ૩પ જેટલા ખેડુતો પોતાના પાક વિમાનું પ્રીમીયમ ભરેલ હોવા છતાં પાક વિમો નહી મળતા ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. ખેડુતોએઅનેક વખત બેક સહીતની જગ્યાએ રજુઆતો કરવા છતાં પેઢી ગયેલા વીમા કંપની અને બેંકના કર્મચારીઓ જગતના તાતની મશ્કરી કરી રવાના કરી દેતા હતા.

આખરે ચીખલીયા ગામના જાગૃત સરપંચ ધમેન્દ્રસિંહ વાઘેલાએ ખેડુતોને સાથે લઇ લડાયક ધારાસભ્ય લલીતભાઇ વસોયાને રજુઆત કરતા ધારાસભ્ય લલીતભાઇ વસોયા એ આ પ્રશ્ર્ન વિધાનસભા સુધી લઇ જઇ ભાજપની સરકારમાં વિકાસ નો નમુનો રજુ કરેલ હતો. ધારાસભ્ય લલીત વસોયાએ બેંકના અધિકારીઓ અને વિમા કંપનીને તેમની ભાષામાં સમજાવી ખેડુતોના પ્રશ્ર્ન લાલ આંખ કરતા આખરે ચિખલીયા ગામના ૩પ જેટલા ખેડુતો ને ર૦ લાખ રૂપિયાનું પાક વિમો મંજુર કરવામાં આવ્યો હતો ધારાસભ્ય લલીત વસોયાની રજુઆતને સફળતા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.