Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લાના ઇડર કપોડાના ત્રણ મિત્રો વિપુલભાઈ, ચિરાગભાઈ અને પુનિતભાઈએ દુધારા ના નામે લસ્સીની પ્રોડક્ટ બનાવી રજીસ્ટ્રેશન કરાવી પોતાની ફેમિલી મિલ્ક પ્રોડક્ટ એન્ડ ટ્રેડર્સ નામની નાની એક કંપનીની શરૂઆત કરી છે. જેમાં બોટલ પર વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત લખી લોકોને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી રહ્યા છે.

બોટલ પર વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત લખી લોકોને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી

વિપુલભાઈ જણાવે છે કે તેઓ 2002 થી નાના પાયે આઈસ્ક્રીમ વિતરણનો વ્યવસાય શરૂ કર્યો હતો. 2017 થી પોતાનું કંઈક કરવું છે તેવો વિચાર આવ્યો અને લસ્સી બનાવાનો નિર્ણય થયો તે બાબતે ખર્ચ રોકાણ વગેરે વિશે વિચારતા હતા.કોરોના લોકડાઉન સમયમાં વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારતની હાકલ કરી હતી. આ હાકલને સ્વીકારી પોતાનું કંઈક કરીએ પોતાના નામે કંઈક કરીએ એવો દ્રઢ સંકલ્પ કરી તેમણે લસ્સી બનાવવી ગુજરાતની જુદી-જુદી લેબોરેટરીમાં તેમના લસ્સીના સેમ્પલ મોકલી તેના નમૂનાઓના ટેસ્ટિંગ કરાવ્યા અને ફૂડ એન્ડ ડ્રગ્સ ના તમામ રુલ્સ રેગ્યુલેશન ફોલો કરતા આ વસ્તુ આરોગ્યપ્રદ સ્વાદમાં સારી બની લોકો સુધી પહોંચે તેની શરૂઆત કરી છે. જેમાં દૂધારા નામની સાથે આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલ નું લખાણ છાપવામાં આવ્યું છે.

દુધારા ના બીજા પાર્ટનર ચિરાગભાઈ જણાવે છે કે,  હાલમાં અમે અમારી આ પ્રોડક્ટમાં સારામાં સારી ગુણવત્તા આપી રહ્યા છીએ સાથે સ્વચ્છતા અને આરોગ્યની ગુણવત્તા જોડાઈ રહે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે.  જેમાં અમને સાબરકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ નો પૂરેપૂરો સહયોગ અને  માર્ગદર્શન છે. આ લસ્સી ની બનાવટ માટે મહેસાણાની ભારત ડેરીમાંથી છ ફેટનું પેચ્સ્યુરાઈઝ દૂધ મંગાવીને તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેથી લોકોને આરોગ્યપ્રદ પીણું પહોંચાડી શકાય. વધુમાં ચિરાગભાઇ  જણાવે છે કે, ગુલાબનો ફ્લેવર લસ્સી માં હતો. આ વર્ષે પ્રોડક્ટમાં નવો ફ્લેવર એડ કરીને જામફળ નો સ્વાદ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઉનાળામાં તેમની આ પ્રોડક્ટની માંગ ધીમે ધીમે વધી રહી છે. હાલમાં તેઓ નવ લોકોને રોજગારી આપી રહ્યા છે અને લગ્ન પ્રસંગોએ લસ્સીના હોલસેલ  ઓર્ડર મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.