Abtak Media Google News

રૂ.૫૪ હજારની રોકડ સાથે ૧૫ શકુની ઝડપાયા

ભાયાવદરનાં ભાખ ગામે, ખારચીયાગામે અને ગોંડલ શહેરમાં પોલીસે જુગારના દરોડા પાડી રૂા.૫૪ હજારની રોકડ સાથે ૧૫ શકુનીઓને ઝડપી લીધા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાયાવદરની ભાળગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા જેન્તી લક્ષ્મણભાઈ કરેતરીયા કિશોર હરજીભાઈ અકબી, શામજી ટપુભાઈ આહિર, કાંતી અમુભાઈ ચાવડા, શૈલેષ સુમાભાઈ સોલંકી, હસમુખ નાનજીભાઈ કટેતરીયા અને ગોપાલ અરજણભાઈ મકવાણાને રૂા. ૫૧૮૩૦ની રોકડ સાથે તેમજ ખારચીયા ગામે ગાંડુભાઈ બોખાભાઈ ભટાણીયાને વર્લીફીચરનાં આંકડા પર જુગાર રમતા રૂા.૩૬૦ની રોકડ સાથે ભાયાવદર પોલીસે ઝડપી લીધા છે.

જયારે ગોંડલ પોલીસે ખોડીયારનગર મંગલપાર્કમાં જાહેરમાં પતા ટીચતા ધનજી બાબુભાઈ વાઘેલા, ઉમેશ બાબુભાઈ પરમાર, અરવિંદ બાબુભાઈ પરમાર, શૈલેષ ગોરધનભાઈ મકવાણા, મુકેશ લીંબાભાઈ મકવાણા, રોહીત સામતભાઈ મકવાણા અને હળવદીયાને રૂા. ૨૧૮૦ની રોકડ સાથે ઝડપી લીધા છષ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.