Abtak Media Google News

વિવિધ પેઢીઓ દ્વારા જે કરચોરી કરવામાં આવતી હોય તેના ઉપર આવકવેરા વિભાગ અને જીએસટી આખરી કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે મહારાષ્ટ્રના ત્રણ જીએસટી ઇન્સ્પેક્ટર દ્વારા બનાવટી રેડ કરવામાં આવી હતી અને 11 લાખ રૂપિયાની ચેટિંગ વ્યાપારી સાથે કરવામાં આવી હોવાનું ખોલતા જ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ જીએસટી ઇન્સ્પેક્ટરોને ફરજ પરથી બળતરફ કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં આ અંગે સર્વ પ્રથમ વખત વર્તમાન સમાચાર પત્રોમાં તેની જાહેરાત પણ આપવામાં આવી છે.

સમાચાર પત્રોમાં આ અંગે ડિપાર્ટમેન્ટે સર્વપ્રથમ વખત જાહેર કર્યું

જીએસટીના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ જ્યારે ત્રણ અધિકારીઓને બળતરફ કરવામાં આવ્યા ત્યાર બાદ દરેક વહીવટી અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તાત્કાલિક અસરથી અધિકારીઓ એટલે કે ઇન્સ્પેક્ટરને ડિસમિસ કરવામાં આવ્યા છે. હાલ આ ત્રણ ઇન્સ્પેક્ટર પર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને સોકોઝ નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે. સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ તેઓને કરવા પાછળનું મુખ્ય કારણ પણ એ જ છે કે આ ઘટના બાદ વિભાગની છબી ન ખરડાઈ. જીએસટી ના ત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા જે રેડ કરવામાં આવી ત્યારબાદ પેઢી ધારકે આ અંગેની પૂછપરછ જીએસટી ઓફિસમાં કરી હતી જ્યાં જાણ થઈ કે એ પ્રકારની કોઈ રેડ કરવાનું સૂચન આપવામાં આવ્યું નથી ત્યારબાદ તેમના દ્વારા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને અંતે ત્રણ ઇન્સ્પેક્ટરો ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ તેઓને પરત પરથી બળતરફ કરાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.