Abtak Media Google News

અફઘાનિસ્તાનમાં પણ 4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભૂકંપ કટરાથી 62 કિલોમીટરના અંતરે આવ્યો હતો. જો કે, આમાં કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં બુધવારે રાત્રે એક કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા અનુક્રમે 4.1 અને 3.2 માપવામાં આવી હતી.

ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ભૂકંપનું કેન્દ્ર જમ્મુના કટરા વિસ્તારથી 62 કિમી ઉત્તરપૂર્વમાં પાંચ કિમીની ઊંડાઈએ હતું, એમ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા હતા. કટરા, ડોડા, ઉધમપુર અને કિશ્તવાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગુરુવારે જમ્મુ-કાશ્મીર ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કોલ્હાપુરમાં બપોરે 2.21 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની જાણ કરી નથી. આ સિવાય અફઘાનિસ્તાનના કાબુલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 2.55 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.