Abtak Media Google News

રૂ ૩.૧૫ લાખની કિંમતની ૪૬૧ થેલી બિયારણ અને કાર મળી રૂ૭.૭૨ લાખનો મુદામાલ કબ્જે

ઉપલેટા મહિલા કોલેજ ચોક પાસેથી રાજકોટ અને કોલકીના ત્રણ શખ્સોને પોલીસે રૂ.૩.૧૫ લાખની કિંમતની ૪૬૧ થેલી બીટી કપાસના નકલી બિયારણ સાથે ધરપકડ કરી કાર કબ્જે કરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના વિમલનગરમાં રહેતા નાનજી મોહન ભૂત, કોલકી ગામના વિનુ રતીલાલ ટીલવા અને પ્રવિણ ધરમશી માકડીયા નામના શખ્સો ઉપલેટાના મહિલા કોલેજ ચોક પાસેથી જી.જે.૩એચએ. ૯૪૬૮ નંબરની સ્વીફટકારમાં નકલી બિયારણનું વેચાણ કરવા આવ્યાની બાતમીના આધારે ઉપલેટા પી.આઇ. એ.બી.પટેલ, પી.એસ.આઇ. આર.એ.ભોજાણી સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા.

પોલીસે કારની તલાસી લેતા બીટી કપાસના નકલી બિયારણની ૧૭૮ થેલી મળી આવતા ત્રણેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા તેના મકાનમાં છુપાવેલી વધુ ૨૮૩ થેલી નકલી બિયારણ મળી આવતા પોલીસે કુલ રૂ.૩.૧૫ લાખની કિંમતની ૪૬૧ થેલી નકલી બિયારણ અને કાર મળી રૂ.૭.૭૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ત્રણેય શખ્સોએ નકલી બિયારણ કયા વેચાણ કર્યુ છે તે અંગે પૂછપરછ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.