Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીયુટીની બેઠક મળી

આવતીકાલે એસ્ટેટ કમિટીની બેઠક, ૩૦મીએ ફાયનાન્સ કમિટીની બેઠક અને ૧૦મીએ સિન્ડિકેટની બેઠક મળશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગની બેઠક મળી હતી. ત્યારે આજની બીયુટીની બેઠકના એજન્ડામાં કુલ ૫૯ જેટલી દરખાસ્તો હતી. જો કે, આજની બેઠક તોફાની નહીં પરંતુ સામાન્ય બની રહી હતી. દર વખતની બીયુટીની બેઠકમાં પી.જી.કોલેજોના કોર્ષને રિન્યુ કરવાની દરખાસ્તો આવતી હોય છે જેમાં આજરોજ ૩૬ જેટલા પી.જી. કોર્ષને રિન્યુ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત નીડ કમીટીનો રિપોર્ટ આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ત્રણ જેટલી પી.જી.કોલેજોને મંજૂરી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ કોલેજોની દરખાસ્ત ઉપરાંત નવા પીએચ.ડી થયેલા ઉમેદવારોને બહાલી આપવા, પીએચ.ડી ગાઈડને બહાલી આપવા, પી.જી.ટીચર્સને બહાલી આપવા સહિતની દરખાસ્તો સમાવેશ બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩૬ જેટલી પી.જી.કોલેજો ચાલે છે જેમાં તમામ કોર્ષને દર વર્ષે રિન્યુ કરાવવામાં આવતા હોય છે જે અંતર્ગત આજરોજ ૩૬ જેટલી પી.જી.કોલેજોને રિન્યુઅલ મંજૂર કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત ત્રણ જેટલી ડેન્ટલ પી.જી.કોર્ષને પણ મંજૂરી આપવામાં આવી હતી.

આજની આ બેઠક સામાન્ય રહી હતી, લોકસભાની ચૂંટણીની આચારસંહિતા ઉઠતાની સાથે જ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એસ્ટેટ કમીટીની બેઠક મળી હતી. આજરોજ બીયુટીની બેઠક મળી હતી અને હવે આવતીકાલે એસ્ટેટ વિભાગની બેઠક મળવા જઈ રહી છે. તેમજ ૩૦મી મેના રોજ ફાયનાન્સ કમીટીની બેઠક મળશે અને ૧૦મી જૂનના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચૂંટણી પછીની પ્રથમ સિન્ડીકેટ બેઠક મળશે જે તોફાની બની રહેશે તેવા એંધાણ છે. આજની બીયુટીની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનકુમાર પેથાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં નિદત બારોટ, ભરતભાઈ રામાનુજ, નેહલભાઈ શુકલ સહિતના ૧૨ સભ્યો હાજર રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.