Abtak Media Google News

ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબની દિકરીઓ ગુરુવારે સ્પર્ધામાં ભાગ લેશે: મહારાણી કાદમ્બરીદેવી દ્વારા જીતની પાઠવી શુભેચ્છા

ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબની દિકરીઓ ગુરૂવારે બરોડા ખાતે તલવાર રાસમાં હરીફાઈમાં ભાગ લેવા જતા પૂર્વે આજરોજ શહેરના પેલેસ રોડ ખાતે માં આશાપુરાના મંદિર ખાતે મહારાણી કાદમ્બરીદેવી દ્વારા શસ્ત્ર પૂજન કર્યું હતું ત્યારે આ પ્રસંગે ભાગ લેનાર ૧૦ દિકરીઓ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજકોટ રાજવી પરીવારના મહારાણી કાદમ્બરીદેવી સંચાલીત ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબની ૧૦ દિકરીઓ તા.૩૦ ને ગુરૂવારે બરોડા ખાતે રાજપૂત યુવા એસોસીએશન આયોજીત તલવાર રાસમાં ભાગ લઈ પોતાનુ કૌવત દાખવશે.

Advertisement

Dsc 0792 1

વધુ વિગત મુજબ રાજકોટ મહારાણી કાદમ્બરીદેવીના માર્ગદર્શન હેઠળ ચાલતી ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબ દ્વારા ૬ વર્ષથી ગીરાસદાર ક્ષત્રીય દિકરીઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે. દિકરીઓ દ્વારા ગાંધીનગર, અંબાજી, શામળાજી, સુરજકુંડ (હરિયાણા) અને જગ્નનાથપુરી ખાતે યોજાયેલા તલવાર રાસ હરીફાઈમાં ભાગ લીધો હતો.

બરોડા રાજપૂત યુવા એસોસીએશન દ્વારા આગામી તા.૩૦ ને ગુરૂવારના રોજ તલવાર મહોત્સવ ૨૦૧૯ માં ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબની રેખાબા જાડેજા, કિરણબા પરમાર,હાદિર્કાબા જાડેજા,નિતાબા જાડેજા, દેવશ્રીબા જાડેજા, પુર્ણાબા ઝાલા, કૌશિકાબા જાડેજા, મહેશ્વરીબા પરમાર, જાનવીબા જાડેજા અને હર્ષાબા જાડેજા સહિત ૧૦ દિકરીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ડીમ્પલબા જાડેજા અને નયનાબા જાડેજા જહેમત ઉઠાવી રહયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.