Abtak Media Google News

ગોબરધન યોજના સામાન્ય માણસોને પરવડે તેવી પર્યાવરણ અનુકુલિત યોજના છે

કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિધ લોક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામા આવી છે. જેમાંની એક ગોબરધન યોજના છે. આ યોજના હેઠળ ઘરેલુ વપરાશ માટે બાયોગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સાબરડેરીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ યોજનાનું સાબરકાંઠામાં સૌ પ્રથમ અમલીકરણ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકામાં કરવામાં આવ્યું છે.

Advertisement

1 1

સામાન્ય રીતે પશુઓના છાણમાંથી બનાવવામાં આવતા છાણાંનો ઇંધણ તરીકે ઉપયોગથી  ધુમાડો ઉત્પન્ન થાય છે. જેનાથી પર્યાવરણ દૂષિત થાય છે એ જ છાણનો બાયોગેસમાં ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. જેથી પ્રદુષણ રહિત ઈંધણ, સ્વાદિષ્ટ રસોઇની સાથે સમયનો બચાવ થાય છે. આજના મોંઘવારીના યુગમાં પશુપાલન કરતા પરિવાર માટે આ ગોબર ગેસ પ્લાન્ટ વરદાનરૂપ બન્યો છે.

ગોબર ધન પ્લાન્ટમાં લાગેલા બલુનમાં ગેસનો ભરાવો થાય ત્યારે એમાંથી સ્લરી બહાર નિકળે છે. આ સ્લરીનો ખાતર તરીકે ઉપયોગ કરી શાકભાજી અને અનાજ પકવવામાં આવે છે. જેથી આ પ્લાન્ટ બનાવનારને ઈંધણ અને ખાતરનો બમણો લાભ મળવાની સાથે આર્થિક ફાયદો પણ થાય છે. ઓર્ગેનિક ખેતીના હિમાયતી ખેડૂતો કાળા સોના તરીકે ઓળખાતું છાણિયું ખાતર (સ્લરી) ઊંચી કિંમતે ખરીદતા હોય છે.1 7

આ પ્લાન્ટ બનાવવા માટે 6 ફુટ પહોળાઇ અને 5 ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ખાડો તૈયાર થઇ ગયા બાદ સરકારી એજન્સી દ્વારા પ્લાસ્ટિકનું બલુન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે. જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે એનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે જેથી બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન  થતું નથી. આ યોજના  અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે કુલ યુનિટ કોસ્ટ 42000 રૂપિયા થાય છે.

પરંતુ સરકાર  દ્વારા 37000 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. લાભાર્થીએ માત્ર 5000 રૂપિયાનો  ભરવાના થાય છે. સ્થાનિક લોકોને રોજગાર મળી રહે તે માટે મનરેગા અંતર્ગત ગોબર ગેસ પ્લાન્ટનો ખાડો ખોદવાની રોજગારી આપવામાં આવે છે. જેના પરીણામે અંતરીતયાળ વિસ્તારમાં રોજગારીની તકો ઉભી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.