Abtak Media Google News

ચોરીના બનાવો અટકાવવા પેટ્રોલીંગ જરરી

શહેરના રેલનગર વિસ્તારમાં ફરી તસ્ક્રોનો ડોળો પડયો છે. આ વિસ્તારમાં રેઢુ પડ ભારી ગયેલા તસ્ક્રોએ એક કારને નિશાન બનાવીને તેના બે વ્હીલની ચોરી કરી જતા વિસ્તારવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રેલનગર અંડર બ્રિજ નજીક રેલનગર સોસાયટી નં.૧માં બ્લોક નં. ૩૦ ‘ચામુંડા કૃપા’ સામે બ્રીજની દિવાલ પાર્ક કરાયેલ વેગનાર કાર નં. જી.જે.૦૩બીએ ૮૦૨૮નું આગળનું તથા ૧ પાછળનું એમ બે ટાયર વ્હીલ પ્લેટ સહિત તસ્કરોએ ગઈ મોડીરાત્રે ચોરીને લ, ગયા હતા અને કારને ‘ઈટ’ના ટેકા લગાડી નાસી છૂટયા હતા.આ પ્રકારે નિરાંતે બે બે વ્હીલની ચોરી કરીને હિંમતભેર તસ્કરો નાશી છૂટતા રહેવાસીઓમાં તસ્કર ચોર ટોળકી ફરી રેલનગરને રેઢૂ પડ ભારી ગયાની લાગણી ફેલાઈ છે. ત્યારે અંડર બ્રિજ વાળા રેલનગર ૧ સોસાયટીના આ રોડ ઉપર પોલીસ પેટ્રોલીંગ શ‚ કરવા ઉગ્ર લોક માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.