Abtak Media Google News

જુના બસ સ્ટેશન પાસેથી ચોરાઉ હોન્ડા સાથે વાહન ઉઠાવગીરની ધરપકડ

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા રાણીમા ‚ડીમાં ચોક પાસેથી યુનિવર્સિટી પોલીસે રીઢા વાહન ઉઠાવગીરને ઝડપી લેતા તેને ત્રણ બાઇક ચોરીની કબુલાત આપી છે જયારે જુના બસસ્ટેશન પાસેથી ભવનાથ સોસાયટીના શખ્સે આ ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર પર રહેતા દીલીપ દેવરાજ ચનિયારા નામના કોળી શખ્સને બાતમીના આધારે યુનિવસિટી પોલીસ મથકના પીએસઆઇ એમ.વી.રબારી કોન્સ. રવિરાજસિંહ જાડેજા અને પુષ્પરાજસિંહ જાડેજાએ ધરપકડ કરી પુછપરછ કરતા તેણે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ત્રણ જેટલા બાઇકની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી ત્રણ બાઇક કબ્જે કર્યો છે.ભવનાથ સોસાયટીમાં રહેતા કમલેશ ઉર્ફે લાલો કાંતિ ડોડીયા નામના શખ્સને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની પીએસઆઇ એચ.બી. ધાંધણીયા, હેડ કોન્સ. સામતભાઇ ગઢવી, રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ સ્ટાફે જુના બસ સ્ટેશન પાસેથી ચોરાઉ બાઇક સાથે ધરપકડ કરશી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.