Abtak Media Google News

ટ્રાયની ભલામણોનો દૂર સંચાર તંત્રે કર્યો સ્વીકાર

મોબાઈલ સેવા માટે ૨૫૪.૪ કરોડ વધુ નંબરો મળી શકશે

આજથી આખા દેશમાં લેન્ડલાઈનથી મોબાઈલ ફોન કરવા માટેની પધ્ધતિ બદલાઈ છે. લેન્ડલાઈનમાંથી મોબાઈલ પર ફોન કરવા માટે આગળ ‘૦’ લગાવવાની જરૂર પડશે. આ નવી પ્રથાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ટેલીફોન વિભાગ સાથે જોડાયેલા ટ્રાયની આ દરખાસ્ત ગત વર્ષે નવેમ્બર માસમા જ સ્વીકારી હતી. મોબાઈલ સેવા આપનારાઓને વધુ પ્રમાણમાં નંબર મળી શકે તે માટે આવી સુવિધા કરાઈ હોવાનું જણાવાય છે.દૂરસંચાર વિભાગ ગત વર્ષે ૨૦ નવે. એક નિવેદનમાં જણાવ્યું હતુ કે લેન્ડલાઈનથી મોબાઈલ કરવા માટેની પધ્ધતિમાં બદલાવની ટ્રાઈની ભલામણ સ્વીકારવામાં આવી છે આનાથી મોબાઈલ તથા લેન્ડલાઈન સેવાઓ માટે વધુ પ્રમાણમાં નંબર મળી શકશે. આ નવો નિયમ તા.૧૫થી અમલી બની ગયો છે. હવે લેન્ડલાઈન પરથી મોબાઈલ ફોન કરવા માટે જે તે નંબરની આગળ ‘૦’ ઉમેરવાનો રહેશે જોકે આવી સુવિધા પોતાના વિસ્તારથી અન્ય વિસ્તારમાં ફોન કરવા માટે લેન્ડલાઈન ધારકોને ફોન નંબર અગાઉ ‘૦’ ડાયલ કરવો પડતો હતો તે નિયમ હવે મોબાઈલ સેવામાં પણ લાગુ કરાયો છે. આવી પધ્ધતિથી ટેલીફોન કંપનીઓને મોબાઈલ સેવાઓ માટે ૨૫૪.૪ કરોડ વધુ નંબર ફાળવવાની સુવિધા મળશે જે ભવિષ્યની જરૂરીયાતને પૂરી પાડવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.