Abtak Media Google News

રાજયમાં છેતરપીંડીની ઘટનામાં વધારો થતો જાય છે. ભેજાબાઝો લોકોને છેતરવા માટે અલગ અલગ કીમીયાઓ અપનાવતા હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં  લીલા નાળિયેરનો એક્સપોર્ટનો વેપાર કરવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી કરી હતી ત્યારે મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના મયુર નગર વિસ્તારની છે જ્યાં ખેતી કામ તેમજ વેપાર કરતા એક યુવાનને દિલ્હીની બે મહિલા સહિતના ત્રણ ઠગબાજોનો ભેટો થઈ ગયો છે, અને લીલા નાળિયેરનો એક્સપોર્ટનો વેપાર કરવાના બહાને તેની પાસેથી કટકે કટકે ૯.૭૦ લાખની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. જે મામલે સીટી સી. ડીવીઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં એરફોર્સ રોડ પર મયુર નગઈ પ્લોટ નંબર ૧૯ માં રહેતા અને ખેતી કામ તેમજ વેપાર કરતા નારણભાઈ દેવશીભાઈ વરુ કે તેઓ દિલ્હીની ટોળકી ના શિકાર બન્યા હતા, અને તેમણે કટકે કટકે પોતાની નવ લાખ સીત્તેર હજારની રકમ ગુમાવવી પડી હતી.

દિલ્હીના રાજ કુમાર સુદ, શિવાંગી રોહિત સુદ અને નિરજા રોહિત કુમાર સુદ કે જે ત્રણેય એ લીલા નાળિયેર એક્સપોર્ટ કરવાના બહાને જામનગરના વેપારી સાથે ડીલ કર્યા પછી વિદેશ મોકલવા માટેના ખર્ચા પેટે કટકે કટકે ત્રણેય ઠગબાજોએ કુલ ૯,૭૦,૨૮૦ ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને હાથ ઊંચા કરી લીધા હતા. આખરે આ મામલો સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં બંને મહિલા સહિતના ત્રણેય ઠગબાજ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો દોર દિલ્હી સુધી લંબાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.